Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

‘જન નાયકન’ની એડવાન્સ બુકિંગનું તોફાન: 6 લાખથી વધુ ટિકિટો વેચાઈ, રિલીઝ પહેલાં જ ₹27 કરોડની કમાણી!

'જન નાયકન'ની એડવાન્સ બુકિંગનું તોફાન: 6 લાખથી વધુ ટિકિટો વેચાઈ, રિલીઝ પહેલાં જ ₹27 કરોડની કમાણી!

તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજયની આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘જન નાયકન’ (Jana Nayakan) આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. સેન્સર બોર્ડની મંજૂરીમાં વિલંબને કારણે આ ફિલ્મ લગભગ સાત મહિના પાછી ઠેલવાઈ હતી.

રવિવારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મે રિલીઝ પહેલા જ કમાણીના નવા રેકોર્ડ સર્જ્યા છે.

ટિકિટ વિન્ડો પર બુકિંગનું તોફાન

‘જન નાયકન’નું એડવાન્સ બુકિંગ ખુુલતા જ થોડા દિવસોમાં 6 લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે.

  • ભારતમાં સ્ક્રીન્સ: આ ફિલ્મને ભારતમાં લગભગ 8000 શો સાથે મોટી રિલીઝ મળી રહી છે. જેમાંથી 3500થી વધુ શો એકલા તમિલનાડુમાં હશે.

  • કમાણીના આંકડા: એડવાન્સ બુકિંગ દ્વારા ભારતમાં ₹15 કરોડ અને વૈશ્વિક સ્તરે ₹27 કરોડથી વધુનું કલેક્શન થઈ ચૂક્યું છે.

થિયેટરોમાં ટિકિટ મેળવવા માટે હોડ જામી

તમિલનાડુના થિયેટર માલિકોના જણાવ્યા મુજબ ટિકિટોની ભારે માંગને કારણે મલ્ટિપ્લેક્સથી લઈને સિંગલ સ્ક્રીન સુધીના તમામ શો મિનિટોમાં હાઉસફુલ થઈ રહ્યા છે.

ચેન્નાઈના પ્રખ્યાત કમલા સિનેમામાં બુકિંગ ખુલતાની સાથે જ થોડી મિનિટોમાં 10,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ હતી. જ્યારે માયાજાળ મલ્ટિપ્લેક્સના 48 શો એક કલાકથી ઓછા સમયમાં ફૂલ થઈ ગયા હતા.

CM બન્યા બાદ વિજયની પ્રથમ અને છેલ્લી રિલીઝ

આ ફિલ્મનું નિર્દેશન એચ. વિનોથે કર્યું છે. સંપૂર્ણ રીતે રાજકારણમાં સક્રિય થતા પહેલાં થલપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ છે.

ફિલ્મની રિલીઝમાં વિલંબ દરમિયાન વિજયની પાર્ટી TVK એ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી અને તેમણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સીએમ બન્યા બાદ તેમને મોટા પડદા પર જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ અને નરેન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદરે તૈયાર કર્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

લોકઅપ ૨: અર્જુન કપૂર પમેલા સેરેનાના પ્રેમમાં પડ્યા! શોમાં કહી દિલની વાત

praxpatel

માત્ર એક સુપરહિટ ફિલ્મ અને પછી કરિયરને કહી દીધું અલવિદા, આજે અબજોપતિ બિઝનેસમેન સાથે જીવે છે શાહી જીવન

praxpatel

‘ઉતરન’ની ઈચ્છા અને તપસ્યા હવે શું કરે છે? એક બની વકીલ તો બીજીએ પહેર્યો ડોક્ટરનો કોટ

praxpatel