Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

કોણ છે ઓક્સફોર્ડથી ભણેલી સાહિબા બાલી? અર્જુન કપૂર સાથે ડેટિંગની અફવાઓ પર તોડી ચુપ્પી

કોણ છે ઓક્સફોર્ડથી ભણેલી સાહિબા બાલી? અર્જુન કપૂર સાથે ડેટિંગની અફવાઓ પર તોડી ચુપ્પી

Sahiba Bali and Arjun Kapoor: લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી સાહિબા બાલી એકસાથે મેચ નિહાળતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર તેમની ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ છે.

આ અફવાઓ વચ્ચે લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે કે આખરે અર્જુન કપૂર સાથે દેખાયેલી આ હસીના કોણ છે?

કોર્પોરેટ સેક્ટરમાંથી સિનેમા સુધીની સફર

5 ડિસેમ્બર 1994ના રોજ કાશ્મીરી પરિવારમાં જન્મેલી સાહિબા બાલીનો શૈક્ષણિક અને કરિયર ગ્રાફ ખૂબ જ શાનદાર રહ્યો છે:

  • શિક્ષણ: દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવ્યા બાદ તે બ્રિટન ગઈ હતી. તેણે વિશ્વપ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસનો કોર્સ કર્યો અને લંડનથી માર્કેટિંગનો અભ્યાસ પૂરો કર્યો.

  • જોબ: ફિલ્મોમાં આવતા પહેલા સાહિબા જાણીતી ફૂડ ડિલિવરી કંપની ‘ઝોમેટો’ (Zomato) માં બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી હતી. તેણે ઝોમેટોની ઘણી લોકપ્રિય એડ્સમાં પણ કામ કર્યું છે.

ઇમ્તિયાઝ અલીના એક ફોનથી બદલાઈ ગઈ કિસ્મત

જ્યારે સાહિબા લંડનમાં માસ્ટર્સ કરી રહી હતી, ત્યારે પ્રખ્યાત ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીએ તેને ફિલ્મ ‘લૈલા મજનૂ’ માટે ઓડિશન આપવા કહ્યું હતું. આ ફિલ્મમાં તેને મુખ્ય હિરોઈનની બહેન ‘અમ્બરીન’નો રોલ મળ્યો.

ત્યારબાદ તેણે નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘બાર્ડ ઓફ બ્લડ’ (2019) માં ‘આબિદા’નો રોલ કર્યો. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં પત્રકારની ભૂમિકા માટે તેના અભિનયના ખૂબ વખાણ થયા છે.

અફવાઓ પર સાહિબાનો મજેદાર જવાબ

અર્જુન કપૂર સાથે નામ જોડાવા પર સાહિબા બાલીએ પોતે જ ઈન્સ્ટાગ્રામ પર આ અફવાઓનો અંત આણ્યો છે. તેણે અર્જુન સાથેની વાયરલ તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરીને મજેદાર કેપ્શન લખ્યું: “દરેક વાત પર વિશ્વાસ ન કરો – પાર્ટ ૨.”

તેના આ જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે ડેટિંગ જેવું કંઈ નથી અને તેઓ માત્ર મેચ જોવા સાથે ગયા હતા. આ મેચમાં સૈફ અલી ખાત, અક્ષય કુમાર, કૃતિ સેનન અને એમ.એસ. ધોની પણ હાજર રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

વીડિયો કોલ પર પતિ સાથે ઝઘડો અને પ્રખ્યાત અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું: જન્મદિવસના 6 દિવસ પહેલા જ દુખદ અંત

praxpatel

જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પેદ્દી’માંથી હટાવાયા વિવાદાસ્પદ સીન, ટ્રોલિંગ બાદ ડાયરેક્ટર બુચી બાબુએ માંગી માફી

praxpatel

‘લગાન’ ની એલિઝાબેથ યાદ છે? 25 વર્ષ પછી ફરી ચર્ચામાં રેચલ શૈલી, સુંદરતા જોઈને રહી જશો દંગ

praxpatel