Gujarat Plus
Breaking News
બિઝનેસ

શું એપ્રિલ ૨૦૨૭થી પેટ્રોલ-ડીઝલ કારો મોંઘી થશે? સરકારે જાહેર કર્યો CAFE-III નો નવો ડ્રાફ્ટ

શું એપ્રિલ ૨૦૨૭થી પેટ્રોલ-ડીઝલ કારો મોંઘી થશે? સરકારે જાહેર કર્યો CAFE-III નો નવો ડ્રાફ્ટ

જો તમે આગામી સમયમાં નવી પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કેન્દ્ર સરકારે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી એટલે કે CAFE-III ના નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કારોમાં ઇંધણનો વપરાશ ઘટાડવાનો અને કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનો છે.

આ પ્રસ્તાવિત નિયમો 1 એપ્રિલ 2027 થી લાગુ થશે. આ કડક નિયમોને પૂરા કરવા માટે ઓટો કંપનીઓએ નવી ટેકનોલોજી અપનાવવી પડશે. આ કારણે પેટ્રોલ-ડીઝલ કારોની કિંમતોમાં વધારો થઈ શકે છે.

શું છે CAFE-III ના નવા નિયમો?

સરકારના પ્રસ્તાવ મુજબ, આ નિયમો વર્ષ 2027-28 થી 2031-32 વચ્ચે બનનારી અથવા આયાત થનારી M-1 કેટેગરીની કારો (ડ્રાઇવર સિવાય વધુમાં વધુ 8 સીટવાળી કાર) પર લાગુ થશે.

  • વર્ષ 2027-28 માટે એવરેજ ઇંધણ વપરાશનો ટાર્ગેટ 3.996 લીટર પ્રતિ 100 કિલોમીટર રાખવામાં આવ્યો છે.

  • વર્ષ 2031-32 સુધીમાં તેને ઘટાડીને 3.3273 લીટર પ્રતિ 100 કિલોમીટર કરવાનો લક્ષ્યાંક છે.

ગ્રીન ટેકનોલોજી વાપરતી કંપનીઓને ફાયદો

સરકારે આ નિયમોમાં પહેલીવાર ‘કાર્બન ન્યૂટ્રાલિટી ફેક્ટર’ (CNF) નો પ્રસ્તાવ મૂક્યો છે. જે વાહનો ઇથેનોલ, બાયોફ્યુઅલ કે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) જેવા સ્વચ્છ ઇંધણ પર ચાલશે, તેમને આનો લાભ મળશે. આ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), હાઇબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ કાર બનાવતી કંપનીઓને સરકાર ખાસ પ્રોત્સાહન આપશે.

નિયમો તોડવા પર લાગશે મોટો દંડ

નવા ડ્રાફ્ટમાં ક્રેડિટ અને ડેબિટ સિસ્ટમ પણ લાવવામાં આવી છે. જે કંપનીઓ ટાર્ગેટ કરતાં સારું પ્રદર્શન કરશે તેમને ક્રેડિટ મળશે. જ્યારે ટાર્ગેટ પૂરો ન કરનારી કંપનીઓએ દંડ ભરવો પડશે અથવા બીજી કંપનીઓ પાસેથી ક્રેડિટ ખરીદવી પડશે. શરૂઆતમાં પ્રતિ ક્રેડિટ કિંમત ₹2,500 નક્કી કરાઈ છે, જે દર વર્ષે ₹500 વધશે. નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

ગ્રાહકો પર શું અસર થશે?

ટેકનોલોજી અપગ્રેડ થવાને કારણે શરૂઆતના તબક્કામાં પેટ્રોલ અને ડીઝલ કારો મોંઘી થઈ શકે છે. જોકે, બીજી તરફ ગ્રાહકોને વધુ માઇલેજ આપતી અને ઓછું પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ મળશે. આનાથી લાંબા ગાળે ગ્રાહકોનો ઇંધણનો ખર્ચ ઘટશે.

સંબંધિત પોસ્ટ્સ

સિનિયર સિટીઝનોને દર મહિને મળશે ₹20,000 નું વ્યાજ: જાણો કઈ છે આ સ્કીમ અને કેટલું કરવું પડશે રોકાણ

praxpatel

સોનું બહાર સસ્તું, ભારતમાં મોંઘું કેમ? ₹1 લાખના ગોલ્ડ પર ₹18,000 વધારે આપવા પડે છે, જાણી લો કારણો

praxpatel

ચાંદી ઓલ ટાઈમ હાઈના બીજા દિવસે ₹784 સસ્તી થઈ: સોનાની કિંમતમાં 80 રૂપિયાનો ઘટાડો, સોનું ₹1,32,394/10g થયું

Gujarat Plus