બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર હોય તેવું લાગે છે. અહેવાલો મુજબ, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મમાં અનુષ્કા શર્માની એન્ટ્રી થઈ શકે છે. જો આ સમાચાર સાચા સાબિત થશે, તો અનુષ્કા 8 વર્ષના લાંબા વિરામ બાદ ફિલ્મોમાં પરત ફરશે.
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘AA22xA6’ માં એન્ટ્રી
અલ્લુ અર્જુન હાલમાં તેની આગામી ફિલ્મ ‘AA22xA6’ (કામચલાઉ નામ) ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત ડાયરેક્ટર એટલી (Atlee) કરી રહ્યા છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે, જ્યારે હવે અનુષ્કા શર્માનું નામ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ રહ્યું છે.
અનુષ્કા શર્માની પહેલી તેલુગુ ફિલ્મ?
જો અનુષ્કા શર્મા આ ફિલ્મ માટે હા પાડે છે, તો આ તેની કારકિર્દીની પહેલી તેલુગુ ફિલ્મ હશે. અનુષ્કા છેલ્લે 2018માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. ત્યારબાદ તે નિર્માતા તરીકે સક્રિય રહી છે, પરંતુ અભિનયથી દૂર રહી છે. તેની ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ પણ છેલ્લા ઘણા સમયથી અટવાયેલી હોવાના સમાચાર છે.
View this post on Instagram
ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રસપ્રદ વિગતો
આ ફિલ્મમાં માત્ર અનુષ્કા અને દીપિકા જ નહીં, પરંતુ અન્ય ઘણી મોટી અભિનેત્રીઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે:
-
રશ્મિકા મંદાના: નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.
-
મૃણાલ ઠાકુર અને જ્હાનવી કપૂર: મહત્વના પાત્રોમાં જોવા મળી શકે છે.
-
અલ્લુ અર્જુન: આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અલગ-અલગ અવતારમાં જોવા મળશે.
અનુષ્કા શર્મા હાલમાં લંડનમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે, ત્યારે તેના ફેન્સ આ કમબેકના સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે.
