Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: AAP મેદાને, ટૂંક સમયમાં જાહેર થશે ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: AAP મેદાને, ટૂંક સમયમાં જાહેર થશે ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) આ વખતે રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. તમામ 12,000 બેઠકો પર AAP મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 16 માર્ચથી 18 માર્ચ દરમિયાન પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને મળી હતી.

અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લેવલે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી અને ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવેલા હતા. તો 16 માર્ચથી 18 માર્ચ સુધી પ્રદેશ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી હતી. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી હતી.

આ પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ક્યારે જાહેર થશે યાદી? 20 માર્ચ પછી ગમે ત્યારે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ આવી શકે છે.

  • કેટલી બેઠકો? ગુજરાતની તમામ 12,000 બેઠકો પર AAP ચૂંટણી લડશે.

  • કોણ હાજર રહ્યું? ઈસુદાન ગઢવી, ગોપાલ રાય, ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા સહિતના દિગ્ગજ નેતાઓ.

  • પસંદગીની પદ્ધતિ: સંપૂર્ણ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી કરાઈ છે.

ગુજરાતમાં પરિવર્તનની લહેર?

આમ આદમી પાર્ટીનો દાવો છે કે ગુજરાતના યુવાનો અને જનતા ભાજપના શાસનથી મુક્તિ ઈચ્છે છે. પાર્ટીએ પાયાના કાર્યકરો અને સમર્થકોનો અભિપ્રાય લઈને જ નામો નક્કી કર્યા છે. ટૂંક સમયમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે. ભાજપ અને કોંગ્રેસની સામે AAP આ વખતે કેટલી અસરકારક સાબિત થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ચરમસીમાએ: ૧ મહિનામાં ૮ લોકોના મોત, ગિરનાર સીડી પર સિંહે ૧૧ વર્ષના બાળકને ફાડી ખાધો

praxpatel

શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ: સતત 5 T20 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

praxpatel

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક, ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર

praxpatel