બોલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર (Mrunal Thakur) પોતાની પર્સનલ લાઈફને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેનું નામ કોઈ અભિનેતા સાથે નહીં, પરંતુ ભારતીય ક્રિકેટર યશસ્વી જેસવાલ (Yashasvi Jaiswal) સાથે જોડાઈ રહ્યું છે.
એક જ કેફે બહાર સ્પોટ થયા બંને સ્ટાર્સ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મૃણાલ ઠાકુર મુંબઈના એક પ્રખ્યાત કેફે બહાર જોવા મળી હતી. થોડી વાર પછી એ જ કેફેમાંથી ક્રિકેટર યશસ્વી જેસવાલ પણ બહાર નીકળતો જોવા મળ્યો હતો.
બંનેનો સેમ કેફે બહારથી વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ છે.
ઉંમરના તફાવતને લઈને ચર્ચા
યશસ્વી જેસવાલ મૃણાલ ઠાકુર કરતાં 9 વર્ષ નાનો છે, જેને લઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે તેઓ ડેટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે બંને કદાચ કોઈ એડ શૂટ (જાહેરાત) માટે મળ્યા હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, આ ડેટિંગના અહેવાલો પર મૃણાલ કે યશસ્વીમાંથી કોઈએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અગાઉ ધનુષ સાથે પણ જોડાયું હતું નામ
મૃણાલ ઠાકુર આ પહેલા પણ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. અગાઉ સાઉથ સુપરસ્ટાર ધનુષ સાથે તેના અફેર અને લગ્નની અફવાઓ ઉડી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ છેલ્લે ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ માં જોવા મળી હતી.
