ચેન્નઈ: તમિલ સિનેમાના મશહૂર ફિલ્મમેકર, સ્ક્રીનરાઈટર અને એક્ટર કે. ભાગ્યરાજ (K. Bhagyaraj) નું શનિવારે, ૨૭ જૂન ૨૦૨૬ના રોજ ૭૩ વર્ષની વયે હૃદયરોગના હુમલા (Heart Attack) ના કારણે નિધન થયું છે. તેમના અવસાનથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિધનના સમાચાર વચ્ચે સોશિયલ મીડિયા પર તેમનો એક છેલ્લો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખુશબૂ સુંદરની દીકરીના લગ્નમાં છેલ્લી ઝલક
આ વાયરલ વીડિયો કે. ભાગ્યરાજના નિધનના બરાબર બે દિવસ પહેલાનો એટલે કે ૪૮ કલાક પહેલાનો છે. તેઓ અભિનેત્રી અને રાજનેતા ખુશબૂ સુંદરની દીકરી અવંતિકાના ગોવામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ તેમની છેલ્લી પબ્લિક અપીયરન્સ (Last Public Appearance) માનવામાં આવી રહી છે. વીડિયોમાં તેઓ સ્ટેજ પર નવદંપતીને આશીર્વાદ આપતા અને હસતા મુખે જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં ચિરાંજીવી અને વેંકટેશ સાથે મુલાકાત
વાયરલ ક્લિપમાં સાઉથના મેગાસ્ટાર ચિરાંજીવી અને સુપરસ્ટાર વેંકટેશ પણ જોવા મળે છે. વીડિયોમાં ચિરાંજીવી પહેલા વેંકટેશનું સ્વાગત કરે છે અને ત્યારબાદ તેમની બરાબર પાછળ ઉભેલા કે. ભાગ્યરાજ તરફ આગળ વધે છે. ચિરાંજીવી ખૂબ જ આદરપૂર્વક ભાગ્યરાજ સાથે હાથ મિલાવે છે અને ભાગ્યરાજ પણ હસતાં હસતાં વાતચીત કરીને આગળ વધતા દેખાય છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.
View this post on Instagram
સુહાસિની મણિરત્નમ થયા ભાવુક
અભિનેત્રી સુહાસિની મણિરત્નમે મીડિયા સાથે વાતચીતમાં ભાગ્યરાજ સાથેની આ છેલ્લી મુલાકાતને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “લગ્નના ઉત્સવ દરમિયાન તેઓ ખૂબ જ ખુશ અને એક્ટિવ દેખાતા હતા. શનિવારે સવારે વૉક પરથી ઘરે પરત ફર્યા બાદ તેમણે છાતીમાં સામાન્ય દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.”
કોણ હતા કે. ભાગ્યરાજ?
કે. ભાગ્યરાજ સાઉથ સિનેમાના એક ઓલરાઉન્ડર કલાકાર હતા. તેમણે એક અભિનેતા, દિગ્ગજ ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડ્યુસર તરીકે દાયકાઓ સુધી કામ કર્યું હતું. તેમની અનોખી સ્ટોરીટેલિંગ અને શાનદાર અભિનય માટે તેઓ જાણીતા હતા. તેઓ પોતાની પાછળ સિનેમાનો એક સુવર્ણ ઈતિહાસ છોડી ગયા છે.
