Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ: 4000 રન અને 350 વિકેટ લેનાર વિશ્વના ચોથા ઓલરાઉન્ડર બન્યા

રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ: 4000 રન અને 350 વિકેટ લેનાર વિશ્વના ચોથા ઓલરાઉન્ડર બન્યા

ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની ટેસ્ટમાં 350 વિકેટ પૂર્ણ કરી ટેસ્ટ ક્રિકેટમાં 4000+ રન અને 350 વિકેટનો ડબલ રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ધનંજય ડી સિલ્વા અને કેશરા નુવાંથાની વિકેટ ઝડપીને જાડેજાએ આ ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ સાથે તેઓ ટેસ્ટ ઇતિહાસના દિગ્ગજ ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 100 કરતાં પણ ઓછી (માત્ર 90 ટેસ્ટ) મેચોમાં 4000થી વધુ રન અને 350 વિકેટ ઝડપનારા વિશ્વના સૌથી ઝડપી ઓલરાઉન્ડર બન્યા છે.

4000+ રન અને 350+ ટેસ્ટ વિકેટ લેનારા દિગ્ગજ ઓલરાઉન્ડર:

ખેલાડી દેશ ટેસ્ટ રન વિકેટ
કપિલ દેવ ભારત 🇮🇳 131 5,248 434
ઇયાન બોથમ ઇંગ્લેન્ડ 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 102 5,200 383
ડેનિયલ વિટોરી ન્યુઝીલેન્ડ 🇳🇿 113 4,531 362
રવીન્દ્ર જાડેજા ભારત 🇮🇳 90 4,000+ 350

350 કે તેથી વધુ વિકેટ લેનારા પાંચમા ભારતીય બોલર:

  • અનિલ કુંબલે: 619 વિકેટ

  • રવિચંદ્રન અશ્વિન: 537 વિકેટ

  • કપિલ દેવ: 434 વિકેટ

  • હરભજન સિંહ: 417 વિકેટ

  • રવીન્દ્ર જાડેજા: 350 વિકેટ

આ ઉપરાંત, જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પાર કરનારા વિશ્વના માત્ર ત્રીજા ડાબોડી સ્પિનર બન્યા છે (રંગના હેરાથ – 433, ડેનિયલ વિટોરી – 362 પછી).


સંબંધિત પોસ્ટ્સ

હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં: રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે વડોદરામાં પોલીસ ફરિયાદની માંગ

praxpatel

આંખમાં આંસુ અને હાથમાં બેટ: પરિવારમાં બે સભ્યો ગુમાવ્યા છતાં ઈશાન કિશને ભારતને બનાવ્યું ચેમ્પિયન

praxpatel

IPL 2026: વૈભવ સૂર્યવંશીની વિકેટ લઈ આક્રમક ઉજવણી કરવી કાયલ જેમિસનને ભારે પડી, BCCIએ લીધા કડક પગલાં

praxpatel