Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

મગરને ખભા પર ઉપાડીને પોલીસ સ્ટેશન પહોંચ્યો ખેડૂત, દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ!

મગરને ખભા પર ઉપાડીને પોલીસ સ્ટેશન પહોંચ્યો ખેડૂત, દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ!

બિહારના સુપૌલ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખેડૂત લગભગ ૫ ફૂટ લાંબા જીવંત મગરને પોતાના ખભા પર લટકાવીને પગપાળા પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. આ અનોખી ઘટના પણચાયતના ભીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર ગામમાં બની હતી.

ડાંગરના ખેતરમાંથી મળ્યો મગર

ગામના ખેડૂત અમિત કુમાર પોતાના ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર એક વિશાળ મગર પર પડી હતી. ખેતરમાં મગર દેખાતા જ ગ્રામજનોમાં અફડાતફડી મચી ગઈ હતી.

પરંતુ ખેડૂતોએ હિંમત અને સમજુતી બતાવીને મગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો. કોઈને કરડે નહીં તે માટે દોરડા વડે તેનું મોં બાંધી દેવામાં આવ્યું હતું.

ફોરેસ્ટ ઓફિસમાં કોઈ ન મળતા પહોંચ્યો પોલીસ સ્ટેશન

મગરને પકડ્યા બાદ ખેડૂત અમિત કુમારે તેને પોતાના ખભા પર ઊંચકી લીધો અને ચાલતો ચાલતો વન વિભાગની (Forest Department) ઓફિસે પહોંચ્યો. પરંતુ ત્યાં કોઈ કર્મચારી હાજર નહોતો.

આથી, અમિત મગરને ખભા પર લઈને સીધો ભીમનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ખેડૂતને આ હાલતમાં જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મીઓ દંગ રહી ગયા હતા.

કોસી નદીમાં મગરને મુક્ત કરાયો

પોલીસે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મગરને પોતાના કબજામાં લીધો હતો.

ત્યારબાદ મગરની શારીરિક તપાસ કરીને તેને સુરક્ષિત રીતે કોસી નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ખેડૂતની આ હિંમત અને વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ મોટું ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો

praxpatel

“સંબંધો નિભાવવા ભાષા નહીં ભાવ જોઈએ”: પરદાદી અને પુત્રવધૂનો આ ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

praxpatel

રજનીકાંતે તોડ્યું મૌન: ‘મને CM વિજયની કોઈ અદેખાઈ નથી’, પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિન સાથેની મુલાકાત પર આપ્યું મોટું નિવેદન

praxpatel