Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

અમેરિકાએ ગ્રેટર ટુનબ દ્વીપ પર 90 મિનિટ સુધી મિસાઈલ અને ડ્રોન વરસાવ્યા, જાણો શું છે વિવાદ

અમેરિકાએ ગ્રેટર ટુનબ દ્વીપ પર 90 મિનિટ સુધી મિસાઈલ અને ડ્રોન વરસાવ્યા, જાણો શું છે વિવાદ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે ભયાનક હુમલા થયા છે. આ તણાવ બુધવારે વધુ જોખમી તબક્કામાં પહોંચી ગયો હતો. અમેરિકી સેનાએ ખાડી વિસ્તારમાં આવેલા ઈરાનના ગ્રેટર ટુનબ (Greater Tunb) દ્વીપ પર સતત 90 મિનિટ સુધી મિસાઈલો અને ડ્રોનનો મારો ચલાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન વાતચીત માટે તૈયાર નહીં થાય, તો આગામી સપ્તાહે ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટ્સને પણ નિશાન બનાવવામાં આવશે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનો દાવો

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું:

  • 90 મિનિટ ના આ ઓપરેશનમાં ગ્રેટર ટુનબ દ્વીપ પર આવેલા કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમ્સને નષ્ટ કરવામાં આવી છે.

  • ઈરાનની ક્રૂઝ મિસાઈલ સ્ટોરેજ અને લોન્ચ સાઈટ્સ પર સચોટ હુમલા કરવામાં આવ્યા છે.

  • આ હુમલાનો મુખ્ય હેતુ હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) માં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો છે.

શું છે આ ગ્રેટર ટુનબ દ્વીપ?

ગ્રેટર ટુનબ એ પર્શિયન ખાડીમાં હોર્મુઝના પ્રવેશદ્વાર પાસે આવેલો એક નાનો પણ અત્યંત મહત્વનો વ્યૂહાત્મક દ્વીપ છે.

  • આ દ્વીપનું કુલ ક્ષેત્રફળ લગભગ 10.3 ચોરસ કિલોમીટર છે.

  • આ દ્વીપની સાર્વભૌમત્વને લઈને ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે લાંબો વિવાદ છે.

  • હાલમાં આ દ્વીપ પર ઈરાનનું વહીવટી નિયંત્રણ છે.

  • હોર્મુઝ દરિયાઈ માર્ગની નજીક હોવાને કારણે, આ દ્વીપ તેલના ટેન્કરો અને માલવાહક જહાજો પર નજર રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઈરાન આ દ્વીપનો ઉપયોગ કરીને ત્યાંથી પસાર થતા વેપારી જહાજો પર નજર રાખે છે અને હુમલા કરે છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપરના જણાવ્યા અનુસાર, ઈરાને છેલ્લા સાત દિવસમાં સાત કોમર્શિયલ જહાજો પર હુમલા કર્યા છે.

ઈરાને વળતો પ્રહાર કરવાની આપી ધમકી

અમેરિકાના આ હુમલામાં ઈરાનની ‘388મી મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી બ્રિગેડ’ ના ઓછામાં ઓછા સાત સૈનિકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, અમેરિકાએ આ વિસ્તારમાં 13 જેટલી મિસાઈલો દાગી હતી. આ હુમલામાં ઘણા સૈનિકો ઘાયલ પણ થયા છે. ઈરાની સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ અમેરિકાની આ આક્રમક કાર્યવાહીનો યોગ્ય અને આકરો જવાબ આપશે.

સંબંધિત પોસ્ટ્સ

ગાઝામાં શાંતિ માટેના ટ્રમ્પના પ્રયાસોને ઝટકો! નેતન્યાહૂ બોલ્યા- હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટાવીએ

praxpatel

INDIA ગઠબંધનમાં ભંગાણ! લેફ્ટે પૂછ્યું- રાહુલ ગાંધી પીએમ મોદીને ગળે મળી શકે, તો પિનારાઈ વિજયનને કેમ નહીં?

praxpatel

PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘રાજકીય ફાયદા માટે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે વિપક્ષ’

praxpatel