Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

કિર્તી પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ

કિર્તી પટેલની જૂનાગઢ પોલીસે કરી ધરપકડ

જૂનાગઢમાં સાત દિવસમાં કિર્તી સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢના યુ ટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કિર્તીના ત્રાસથી યુ ટ્યૂબર ‘જિદ્દી બોય’એ ફિનાઇલ પીધું

મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કિર્તી પટેલનો વિવાદ વધ્યો હતો અને યુ ટયૂબરે લાઈવ કર્યુ હતુ અને કિર્તી પટેલે ખંડણી માગી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી જેને લઈ યુ ટયૂબરે ફિનાઈલ પીધુ હતુ અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો હતો.

દિવ્યા સાવલાણીએ પણ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
દિવ્યા સાવલાણીએ ફિનાઈલ પીધા પહેલાં વીડિયો બનાવી જણાવ્યું કે, જિદ્દી બોય (અબજલ સીડા) દ્વારા જે રીતે મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે. મેં એને કઈ કીધુ પણ નથી છતાં પણ મારા પર જે પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, તો કયા બેજ પર મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે? હું અને કીર્તિ જ તમને દેખાઈ? જિદ્દીએ ફિનાઈલ શું કામ પીધી અને શું પુરાવા છે કે મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે. એની આગળપાછળ ભલે કોઈ ન હોય પણ મારી પાછળ તો મારો પરિવાર, મારા બે બાળકો અને ઘણા લોકો છે.

 

પોલીસે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો
જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ‘ઝીરો નંબર’ થી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન મોકલવામાં આવી છે. પોલીસે આ કેસમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, અનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં જૂનાગઢમાં જ આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ કરી રહી છે.

મૃગીકુળમાં સ્નાનનો વિવાદ દિવસેને દિવસે વધુ કપરો બન્યો
બીજી બાજુ ફરીયાદી અફઝલ સીડા એ કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાની સામે ફરિયાદ નોંધાવી છે તે આરોપી દિવ્યા સાવલાણીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હું આ નામના વ્યક્તિને ઓળખતી નથી. ફરિયાદી અફઝલ સિડા કીર્તિ પટેલની વિરુદ્ધમાં વીડિયો બનાવી સોશિયલ અપલોડ કર્યો હતો જેનો જવાબ મેં આપ્યો છે અને ટૂંક સમયમાં જ કીર્તિ પટેલ સાધુ-સંતોના કાળા ચોપડાઓ ખોલશે જે ન ખોલી શકે તે માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે અને ખોટી ફરિયાદ કરવામાં આવી છે. શિવરાત્રી મેળામાં મૃગીકુળમાં સ્નાનનો વિવાદ દિવસેને દિવસે વધુ કપરો બનતો જાય છે કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુના વિવાદને લઈને હવે અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પોતાના લાગતા પક્ષ મૂકી રહ્યા છે ત્યારે આ મામલો હવે ક્યારે શાંત પડશે અને કરેલી ફરિયાદમાં સત્ય શું છે તે ક્યારે બહાર આવશે તેના ઉપર લોકોની મીટ મંડાઈ છે.

 

 

સંબંધિત પોસ્ટ્સ

‘ઉતરન’ની ઈચ્છા અને તપસ્યા હવે શું કરે છે? એક બની વકીલ તો બીજીએ પહેર્યો ડોક્ટરનો કોટ

praxpatel

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL

અમદાવાદની DPS સહીત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઈલ મળતા જ વિદ્યાર્થીઓને રજા અપાઈ !

ANIL PATEL