Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વડોદરામાં હચમચાવતી ઘટના યુવક 3 મિનિટ સુધી દીવાલ પર લટક્યા બાદ પટકાતા મોત

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં યુવકના થયેલા મોતના હચમચાવી નાખતા CCTV સામે આવ્યા છે. જેમાં સેન્ટરના બીજા માળની દીવાલ પર એક યુવક ટીંગાયેલો જોવા મળી રહ્યો છે જ્યારે નીચે કેટલાક લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.

 

પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી

આ ઘટનામાં મૃતકની ઓળખ હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે, જે નવી નગરી, સમા વિસ્તારનો રહેવાસી હતો. આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી આ સાઇટમાં પ્રવેશ કર્યો હતો. સ્થળ પર લોકોની હલચલ અને અવાજો સાંભળતાં તે ગભરાઈને ભાગવા માગતો હતો અને તે દરમિયાન ચોથા માળેથી કૂદી ગયો હોવાની શક્યતા છે. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

‘હિતેન્દ્ર ચોરી કરવા નહીં બાકી પૈસા લેવા ગયો હતો’-પરિવારજનો
મૃતક યુવકના ભાઈ અજીતસિંહએ જણાવ્યું હતું કે,કોન્ટ્રાકટર છેલ્લા ઘણા સમયથી મૃતક હિતેન્દ્રને કામના પૈસા અપાતો નહોતો. ગતરોજ પૈસા લેવા માટે હિતેન્દ્ર અગોરા સિટી સેન્ટરમાં પહોંચ્યો હતો. સાંજે 5 વાગ્યા આસપાસ અમને આ ઘટનાની જાણ થઈ હતી.ઘટનાની જાણ થતા અમે લોકો સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જોયું તો મારો ભાઈ મૃત હાલતમાં નીચે પડેલો હતો. પોલીસે અમને એક વીડિયો બતાવ્યો છે, જેમાં મારા ભાઈ હિતેન્દ્રને એક બાઉન્સર પકડી રાખ્યો હોય તેવું દેખાય છે. બાદમાં મારો ભાઈ ત્યાંથી નીચે પટકાય છે. અમારી માંગ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

 

વધુમાં તેમણે કહ્યું કે, પોલીસેઅમને બતાવેલા વીડિયોમાં મારા ભાઈને બાઉન્સર પકડી રાખે છે અને છોડી દે છે. મારો ભાઈ ઉપર ચડવા પ્રયત્ન કરતો હતો પરંતુ પેલા ભાઈએ હાથ છોડી મૂક્યો હતો. પોલીસ મથકમાં એવું લખાવે છે કે હાથ છૂટી ગયો છે. મારા ભાઈને નાના નાના બાળકો છે.

CCTVમાં શું દેખાઈ રહ્યું છે?
ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં અગોસા સિટી સેન્ટરના બીજા માળે લટકાતો જોવા મળી રહ્યો છે. બૂમાબૂમ થતા એક વ્યકિત તેની પાસે આવીને હાથ પકડી લે છે. તો બીજી તરફ નીચે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે. પરંતુ, તમામ લાચાર જોવા મળે છે. 3 મિનિટ સુધી દીવાલ અને અન્ય વ્યકિતના હાથના સહારે લટકી રહેલો હિતેન્દ્ર અચાનક જ ધડાકાભેર નીચે ખાબકે છે. આ સમયે હાજર લોકોની ચીંસ ફાટી નીકળે છે અને નાસભાગ મચી જાય છે.

 

યુવક મોત મામલે DCP એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે, આ યુવક અગાઉ ત્યાં ઇલેક્ટ્રેશનનું કામ કરતો હતો. ત્યાં અગાઉ વાયરોની ચોરી થતી હતી જેથી તેઓએ સિક્યુરિટી રાખી હતી. હાલમાં CCTV સામે આવ્યા છે તેમાં તે ભાગવા માટે નીચે લટકે છે અને સિક્યુરિટી તેને પકડે છે. પરંતુ તે ભાગવા માટે ઉતર્યો હતો અને અચાનક હાથ છૂટી જતા નીચે પટકાય છે. આ ઘટનામાં અમે પરિવારના અક્ષેપો આધારે પણ તપાસ કરીશું. ત્યારે આ મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે….અને સત્ય ઘટના શું હતી તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

 

 

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: RCB ના સ્ટાર ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યા પર BCCI ની કડક કાર્યવાહી, જાણો શું છે કારણ

praxpatel

મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા કર્યા જાહેર, ‘168 માસૂમોના હત્યારા’ ગણાવી લગાવ્યા ગંભીર આરોપ

praxpatel

પ્રોપર્ટી ડીલ રદ થાય તો ટોકન મની, સ્ટેમ્પ ડ્યુટી અને GSTનું શું થશે? જાણો ટેક્સના ગણિત સાથેના નિયમો

praxpatel