Gujarat Plus
Breaking News
CONGRESSઆપગુજરાતરાજનીતિ

ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, વિપક્ષ ઉઠાવી શકે છે સવાલો !

ગાંધીનગર- 17 – 02- 2026
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્યભરમાં મિશન મોડ પર કામગીરી કરવામાં આવી હતી. પણ જે રીતે મતોને કમી કરાયા છે તેને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલો ઉભા કર્યા છે,

ફાઈનલ વોટર લિસ્ટની મહત્ત્વની માહિતી

કુલ મતદારો: ફાઈનલ વોટર લિસ્ટ, મુજબ રાજ્યમાં હવે કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા છે.
મતદારોના નામ દૂર કરાયા: 3.95 લાખ મતદારોના નામ કમી કરાયા છે.
મતદારોનો વધારો: મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે.
કામગીરીનું માળખું: આ પ્રક્રિયામાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ અને 50,963 BLO (બૂથ લેવલ ઓફિસર) એ સક્રિય ભૂમિકા ભજવી છે.
સૌથી વધુ કયા જિલ્લામાં નામ કમી થયાં?: સુરત જિલ્લામાં સૌથી વધુ 85,734 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 47,627 નામ કમી થયા છે.
હજુ પણ નામ નોંધણી કરાવી શકાશે
જે યુવાનોએ 1 જાન્યુઆરી 2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમનું નામ યાદીમાં નથી, તેઓ હજુ પણ ફોર્મ ભરી શકે છે:
• નવું નામ નોંધાવવા(ફોર્મ નં. 6): જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
• નામ કમી કરવા/વાંધા માટે(ફોર્મ નં. 7): જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
• વિગતોમાં સુધારો કરવા(ફોર્મ નં. 8): આખરી મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.

તમારું નામ કેવી રીતે ચકાસશો?
• વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
• વોટર પોર્ટલ: voters.eci.gov.in
• મોબાઈલ એપ: ECINET App
• રૂબરૂ: BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી

ડિજીટાઈઝેશન અને ડોર-ટુ-ડોર સર્વે
ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. BLO દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા મતદારો, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા નાગરિકો, બે જગ્યાએ નામ ધરાવતા મતદારોની ઓળખ કરી નામ કમી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથેની બેઠકો બાદ જે મતદારોના ફોર્મ પરત નહોતા આવ્યા, તેમની યાદી પણ CEOની વેબસાઈટ પર પારદર્શિતા માટે મૂકવામાં આવી હતી.

નામો કમીને લઇને વિપક્ષ ઉઠાવશે સવાલ !
નોધનિય છેકે જે રીતે ફોર્મ નંબર સાતનો દુરુપયોગ થયો છે તેનાથી વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઇલેક્શન કમિશનના અધિકારીઓ ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી હતી, અને વિપક્ષને વોટ આપનારા મતદારોનું નામ કમી કરવામાં આવ્યો છે,

સંબંધિત પોસ્ટ્સ

‘બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર છે..’, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ANIL PATEL

મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી

ANIL PATEL

બોટાદ કોર્ટના ચુકાદા બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે”

ANIL PATEL