Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

અમદાવાદ મહાનગર પાલિકામાં 2026ની ચૂંટણી માટે ભાજપ આ ચહેરાઓને મેયર બનાવી શકે !

અમદાવાદ મહાનગર પાલિકામાં 2026ની ચૂંટણી માટે ભાજપ આ ચહેરાઓને મેયર બનાવી શકે !

અમદાવાદ મહાનગર પાલિકાની મુદ્દત 10 માર્ચે પુર્ણ થશે જેની સાથે જ અમદાવાદ મહાનગર પાલિકામાં વહીવટદારનુ શાસન આવશે,
હાલમાં સમગ્ર દેશમાં સરની કામગીરી ચાલી રહી હોવાના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ થશે, મોટા ભાગે એપ્રિલ માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું નોટિફિકેશન બહાર પડશે, અને મેના બીજા સપ્તાહમાં મતદાન થાય તેવી સંભાવના છે, ત્યારે અમદાવાદમાં આ વખતે પ્રથમ અઢી વરસ મેયર પદ ઓબીસી માટે અનામત છે, જ્યારે બીજા અઢી વરસ જનરલ માટે અનામત રહેશે, જેને કારણે અમદાવાદમાં ઓબીસીના કયા નેતાને મેયર પદ મળશે, તેને લઇને અત્યારથી જ ચર્ચાઓ તેજ બની છે,

અત્યારે અમદાવાદ મહાનગર પાલિકામાં સત્તા પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિ વિરાજમાન છે, જ્યારે એએમટીએસના ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઇ જવાબદારી સંભાળે છે, આ બન્ને નેતાઓ ઓબીસી વર્ગમાંથી પ્રતિનિધિત્વ કરે છે, આ સિવાય અન્ય નેતાઓની વાત કરીએ તો વેજલપુર વોર્ડના પુર્વ મ્યુનિસિપલ ભાજપના દંડક રાજુભાઇ ઠાકોર, હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઇ ઠાકોર, નિકોલ વોર્ડના કોર્પોરેટર દિપક પંચાલ, સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર મુકેશ મિસ્ત્રી વાડજ વોર્ડના કોર્પોરેટર વિજય પંચાલ, પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટ,સહિતના ઓબીસી નેતાઓ ટિકીટ મળે તો મેયર પદ માટે મજબુત દાવેદાર માનવામા આવે છે,

ભાજપના અંગતની સુત્રોની વાત માનીએ તો મ્યુનિસિપલ ભાજપના નેતા ગૌરાંગ પ્રજાપતિ ટેક્નોક્રેટ અને શિક્ષિત હોવા ઉપરાંત પ્રદેશની નેતાગિરી સાથે સારુ સંકલન હોવાના લીધે અમદાવાદની મેયર તરીકેની કમાન તેમને સોંપાય તેવી પ્રબળ શક્યતા છે, તેઓ ભાઇપુરા વોર્ડના બદલે ખોખરાથી ચૂંટણી લડે તેવી પણ ચર્ચા છે, ખોખરામાં ઓબીસી માટે બેઠક અનામત રખાઇ છે, જેને કારણે તેમને ભાઇપુરાના બદલે ખોખરાથી પાર્ટી લડાવે તેવી કાર્યકરોમાં ચર્ચા છે,

ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી પાટીદારો બાદ વધુ છે, ત્યારે ભુતકાળમાં ભાજપે અમદાવાદમાં માધુપુરા વોર્ડમાંથી કાનાજી ઠાકોરને મેયર તરીકે પસંદ કરી ઠાકોર સમાજને પોતાની સાથે જોડવાની કોશિશ કરી હતી, ત્યારે આ વખતે ઠાકોર સમાજમાંથી વાત કરીએ તો માધુપુરા વોર્ડમાંથી ચુંટાયેલા જશુભાઇ ઠાકોર હેલ્થ કમિટીના ચેરમેન છે, તેઓ પણ મેયર પદ માટે મજબુત દાવેદાર માનવામા આવે છે, તેઓ અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે, જ્યારે મ્યુનિસિપલ ભાજપના દંડક તરીકે રહી ચુકેલા રાજુભાઇ ઠાકોર પણ મેયર પદ માટે દાવેદાર મનાય છે, તેઓ બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે,


એએમટીએસના ચેરમેન ધરમસિહ દેસાઇ વસ્ત્રાપુરના સરપંચ રહી ચુક્યા છે, ભાજપના સિનિયર નેતા છે, ત્યારે ભાજપ આ વખતે તેમને પણ બોડકદેવમાંથી ચુટણી લડાવીને મેયર બનાવી શકે છે,

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં LPG સંકટની અસર: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) માં મેસના મેનૂમાં મુકાયો કાપ

praxpatel

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, જાણો કયા વરિષ્ઠ નેતાઓને મળ્યું સ્થાન?

praxpatel

દરિયામાં વિમાન ખાબક્યું: 11 મુસાફરો 5 કલાક સુધી મોતના મુખમાં રહ્યા, પછી જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું નથી

praxpatel