Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

આસારામ આશ્રમની અપીલ પર ચુકાદો અનામત

આસારામ આશ્રમની અપીલ પર ચુકાદો અનામત

આસારામ આશ્રમ દ્વારા કલેકટરના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સિંગલ જજે કલેકટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. તેની સામે આશ્રમ દ્વારા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર લંબાણપૂર્વક સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જ્યાં સુધી ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી આશ્રમ વિરુદ્ધ નકરાત્મક પગલાં નહીં લેવા કોર્ટે આદેશ કર્યા છે.

સમયાંતરે આસારામ દબાણ કરતો રહ્યો
અગાઉ ગુજરાત સરકારે આસારામને આશ્રમ બનાવવા જમીન આપી હતી. જમીન આશ્રમશાળા અને બિન નફાકારક હેતુ અને બાંધકામ પહેલા પૂર્વ મંજૂરીની શરતો સાથે આપી હતી. સમયાંતરે આસારામ આજુબાજુની જમીન ઉપર પૂર્વ મંજૂરી વગર બાંધકામ કરીને દબાણ કરતો રહ્યો, પછી રેગ્યુલાઈઝની ફી ભરીને તેને અધિકૃત કરાવતો રહ્યો.

શરત ભંગ થતાં જમીન પરત લેવા કલેક્ટરનો નિર્ણય
આ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે શરતો પૈકી નફાકારક કામ નહીં કરવાની શરત છતાં ત્યાં જુદી જુદી વસ્તુઓનું વેચાણ થતું, બાંધકામ કરવા કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ નહોતી. જેથી જમીન આપતી વખતે જે શરતો મુકાઈ હતી તેના ભંગ બદલ જમીન પરત લેવા નિર્ણય કર્યો છે. આ જમીન 33 હજાર સ્ક્વેર મીટર જેટલી છે.

સંબંધિત પોસ્ટ્સ

ચાર મહિના પહેલાં માતા અને હવે દીકરો મૃત્યુ પામ્યો’, એ ગુજરાતી યુવાનના નાવિક પરિવારની વ્યથા જેનો અમેરિકા-ઈરાન યુદ્ધમાં જીવ ગયો

Maheriya Nirali

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

aminparmar

અમદાવાદમાં 27 PIની બદલી કરાઈ બદલી જાણો કોને ક્યા મુકાયા

aminparmar