Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા વૈભવ સૂર્યવંશી: કોચ વીવીએસ લક્ષ્મણે બતાવી સૌથી મોટી ખામી

પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા વૈભવ સૂર્યવંશી: કોચ વીવીએસ લક્ષ્મણે બતાવી સૌથી મોટી ખામી

ઝિમ્બાબ્વે પ્રવાસ પર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એ (Vaibhav Suryavanshi) ટીમ ઈન્ડિયા માટે તોફાની અંદાજમાં બેટિંગ કરી છે. ટી20 સિરીઝની ત્રીજી મેચમાં 49 બોલમાં 81 રનની ઈનિંગ રમનાર વૈભવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ની સાથે સમગ્ર સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ નો એવોર્ડ પણ મળ્યો છે.

ઢાઈ વર્ષથી BCCI ની નજર હેઠળ હતા વૈભવ

ત્રીજી ટી20 મેચ બાદ ટીમ ઈન્ડિયાના કાર્યકારી હેડ કોચ વીવીએસ લક્ષ્મણે (VVS Laxman) જણાવ્યું કે વૈભવની સફળતા અચાનક મળેલી વાર્તા નથી. બીસીસીઆઈ છેલ્લા ઢાઈ વર્ષથી તેની પ્રગતિ પર સતત નજર રાખી રહ્યું હતું અને તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો.

લક્ષ્મણે કહ્યું કે 2024 ના અંડર-19 વર્લ્ડ કપ પહેલા વિજયવાડા ક્વાડ્રૈંગ્યુલર સિરીઝમાં ઈન્ડિયા-બી તરફથી રમતા વૈભવની પ્રતિભા સામે આવી હતી. ત્યારથી જ તે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ના કેમ્પનો હિસ્સો રહ્યો છે.

રમતની સમજ અને માનસિક તૈયારીમાં સુધારો

વીવીએસ લક્ષ્મણના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનામાં વૈભવની મેચ રીડિંગ અને રમત પ્રત્યેની પરિપક્વતામાં મોટો સુધારો આવ્યો છે.

તેમણે કહ્યું કે ટીમનું સપોર્ટ સ્ટાફ માત્ર તેની બેટિંગ પર જ નહીં, પરંતુ માનસિક તૈયારી પર પણ કામ કરી રહ્યું છે. આ જ કારણ છે કે તે મોટા ખેલાડીઓ સામે પણ દબાણ વગર બિનધાસ બેટિંગ કરી રહ્યો છે.

ફિટનેસને લઈને લક્ષ્મણે દર્શાવી ચિંતા

વૈભવના વખાણ કર્યા પછી લક્ષ્મણે તેની સૌથી મોટી ખામી અને પડકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. લક્ષ્મણે સ્પષ્ટ કહ્યું કે આ યુવા બેટ્સમેને પોતાની ઓવરઓલ ફિટનેસ પર હજુ ઘણી મહેનત કરવી પડશે.

તેમણે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે વૈભવ પોતાની ફિટનેસમાં સુધારો કરે. આપણે એ ન ભૂલવું જોઈએ કે તે હજુ માત્ર 15 વર્ષનો છે. સારી વાત એ છે કે તે પોતે પણ રમતના દરેક પાસામાં સુધારો કરવા માટે ઉત્સાહિત રહે છે.”

સંબંધિત પોસ્ટ્સ

2 વર્ષ પછી મયંક યાદવનું ધમાકેદાર કમબેક: મેચના પ્રથમ બોલે વિકેટ લઈ રચ્યો ઈતિહાસ

praxpatel

ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર: જૂનમાં બાંગ્લાદેશ જશે ઓસ્ટ્રેલિયાની ટીમ, 13 દિવસમાં રમાશે 6 મેચો

praxpatel

Ajinkya Rahane Networth: મુંબઈમાં આલીશાન ઘર… લક્ઝરી કાર, ક્રિકેટને ‘Bye’ કહેનારા અજિંક્ય રહાણેની આટલી છે નેટવર્થ

praxpatel