Gujarat Plus
Breaking News
ક્રાઇમતાજા સમાચારરાષ્ટ્રીય

સોશિયલ મીડિયાનો પ્રેમ લોહીયાળ બન્યો: બહેનના પ્રેમીનો વિરોધ કરતાં ભાઈ પર જાનલેવા હુમલો

સોશિયલ મીડિયાનો પ્રેમ લોહીયાળ બન્યો: બહેનના પ્રેમીનો વિરોધ કરતાં ભાઈ પર જાનલેવા હુમલો

ઉત્તર પ્રદેશ ના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલો પ્રેમ સંબંધ લોહીયાળ વારદાતમાં બદલાઈ ગયો છે. બહેનના પ્રેમ સંબંધનો વિરોધ કરવો તેના સગીર ભાઈને ભારે પડી ગયો હતો. આઝમગઢથી પોતાની પ્રેમિકાને મળવા આવેલા યુવકે પ્રેમિકાના ભાઈ પર કુહાડી (કોદાળી) વડે ગળા અને માથાના ભાગે જાનલેવા હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કિશોર લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો અને તેની હાલત અત્યંત ગંભીર બતાવાઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી દોસ્તી

મળતી માહિતી મુજબ, આ મામલો રામપુર કારખાના પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં રહેતી એક યુવતીની આઝમગઢના યુવક સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઇન્સ્ટાગ્રામ’ પર દોસ્તી થઈ હતી, જે ધીમે-ધીમે પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. આ પછી યુવક અવારનવાર પ્રેમિકાને મળવા તેના ગામે આવતો-જતો હતો.

દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી યુવતીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી સંપર્ક ન થતાં પ્રેમી યુવક સીધો તેના ઘરે પહોંચી ગયો હતો.

ભાઈએ વિરોધ કરતા કર્યો હુમલો

પ્રેમિકાના ઘરે પહોંચેલા યુવકનો તેના સગીર ભાઈએ સખત વિરોધ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ શરૂ થઈ ગયો હતો. આવેશમાં આવીને પ્રેમીએ ત્યાં પડેલી કુહાડી ઉપાડીને કિશોરના માથા અને ગળાના ભાગે ઘા મારી દીધા હતા.

બૂમાબૂમ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ઘાયલ કિશોરને સારવાર અર્થે નજીકની મેડિકલ કોલેજમાં ખસેડ્યો હતો, જ્યાં તેની નાજુક હાલતને જોતા તબીબોએ વધુ સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજ ખાતે રિફર કર્યો છે.

આરોપીને ગ્રામજનોએ પકડીને પોલીસને સોંપ્યો

ઘટના બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી યુવકને ગ્રામજનોએ ઘેરીને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ હાલ આરોપીને કસ્ટડીમાં રાખીને તેની સઘન પૂછપરછ કરી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિવારજનો તરફથી મળેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મામલાની દરેક થી તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન યુદ્ધનું સંકટ: PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે યોજી બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ મોડલ સાથે લડશે ભારત

praxpatel

હોર્મુઝની સામુદ્રધુનીમાં ગુજરાત આવતા થાઈ કાર્ગો શિપ પર મિસાઈલ હુમલો: ભીષણ આગ બાદ 20 ક્રૂ મેમ્બરનો બચાવ

praxpatel

CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય: તમિલનાડુમાં સેંકડો દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

praxpatel