Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચારરાજનીતિ

અમેરિકાના ખજાનાની ચાવી કોની પાસે છે? ટ્રમ્પ પ્રમુખ હોવા છતાં કેમ માંગવા પડે છે પૈસા?

અમેરિકા ના ખજાનાની ચાવી કોની પાસે છે? ટ્રમ્પ પ્રમુખ હોવા છતાં કેમ માંગવા પડે છે પૈસા?

અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સાથેના યુદ્ધ માટે પેન્ટાગોન તરફથી 200 બિલિયન ડૉલરની માંગણી કરી છે. આટલી મોટી રકમ સાંભળીને પ્રશ્ન થાય કે, શું દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા પ્રમુખ ટ્રમ્પ પોતાની મરજીથી પૈસા ખર્ચી શકતા નથી?  જવાબ છે – ના. અમેરિકા માં પ્રમુખ પાસે સત્તા છે, પણ તિજોરીની ચાવી નથી. ચાલો સમજીએ આ પાછળનું રોચક કારણ.

‘પાવર ઓફ ધ પર્સ’: અમેરિકા ના ખજાનાની અસલી શક્તિ કોની પાસે?

અમેરિકન લોકશાહીમાં સરકારી નાણાં ખર્ચવાનો અધિકાર પ્રમુખને નહીં, પરંતુ અમેરિકન કોંગ્રેસને આપવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને ‘પાવર ઓફ ધ પર્સ’ (Power of the Purse) કહેવામાં આવે છે.

  • યુએસ બંધારણની કલમ I મુજબ, કોઈપણ રકમ કાયદાકીય મંજૂરી વિના તિજોરીમાંથી ઉપાડી શકાતી નથી.

  • સરળ ભાષામાં કહીએ તો, કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખ 1 ડોલર પણ ખર્ચી શકતા નથી.

અમેરિકા માં શા માટે આવો કડક નિયમ છે?

આ નિયમ પાછળનું મુખ્ય કારણ ‘ચેક એન્ડ બેલેન્સ (નજર અને સંતુલન) છે.

  • અમેરિકાની સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે કોઈ એક વ્યક્તિ કે શાખા અતિશય શક્તિશાળી ન બની જાય.

  • જો પ્રમુખને મનફાવે તેમ ખર્ચ કરવાની છૂટ હોય, તો જાહેર નાણાંનો દુરુપયોગ થઈ શકે છે.

  • દરેક મોટો આર્થિક નિર્ણય લોકશાહી રીતે લેવાય તે માટે આ વ્યવસ્થા જરૂરી છે.

પ્રમુખ માત્ર ‘વિનંતી’ કરી શકે છે

અમેરિકન પ્રમુખ દર વર્ષે એક બજેટ પ્લાન રજૂ કરે છે. પરંતુ આ પ્લાન માત્ર એક ‘ભલામણ’ અથવા ઈચ્છાઓની યાદી હોય છે.

  1. કોંગ્રેસ આ યોજનાને સ્વીકારી શકે છે.

  2. તેમાં મોટા ફેરફારો કરી શકે છે.

  3. અથવા તો તેને સંપૂર્ણપણે નકારી પણ શકે છે. ટૂંકમાં, ભંડોળ માટે પ્રમુખે કોંગ્રેસની મહેરબાની પર રહેવું પડે છે.

1974નો કાયદો: સત્તા પર વધુ અંકુશ

ભૂતકાળમાં કેટલાક પ્રમુખોએ કોંગ્રેસે મંજૂર કરેલા પૈસા ખર્ચવાની ના પાડી દીધી હતી. આથી 1974માં ‘ઇમ્પાઉન્ડમેન્ટ કંટ્રોલ એક્ટ’ લાવવામાં આવ્યો.

  • આ કાયદા મુજબ, પ્રમુખ મંજૂર થયેલા ફંડને રોકી શકતા નથી.

  • તેમણે તે જ હેતુ માટે પૈસા વાપરવા પડે છે જેના માટે કોંગ્રેસે હા પાડી હોય.

ભલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મજબૂત દેશના વડા હોય, પણ જ્યારે વાત પૈસાની આવે છે ત્યારે તેમણે સંસદ (કોંગ્રેસ) સામે હાથ ફેલાવવો જ પડે છે. આ જ અમેરિકન લોકશાહીની સુંદરતા અને તાકાત છે.


સંબંધિત પોસ્ટ્સ

આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, IMD એ જાહેર કર્યું ચોમાસાનું નવું અનુમાન

praxpatel

થલાપતિ વિજયનો આખરે વિજય: VCK અને ડાબેરીઓના સમર્થનથી, TVK એ 118-સીટનો આંકડો પાર કર્યો

praxpatel

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા: ‘અમે નહીં તો કોઈ નહીં’, ગાલિબાફે ટ્રમ્પને આપી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી

praxpatel