Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ઉમરેઠની ચૂંટણીમાં ગરમાવો: 2005ના છેતરપિંડી કૌભાંડના આરોપી દક્ષેશ શાહને ભાજપે બનાવ્યા ‘સ્ટાર પ્રચારક’

ઉમરેઠની ચૂંટણીમાં ગરમાવો: 2005ના છેતરપિંડી કૌભાંડના આરોપી દક્ષેશ શાહને ભાજપે બનાવ્યા 'સ્ટાર પ્રચારક'

અમદાવાદ/ઉમરેઠ: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ અને ઉમરેઠ બેઠક પરના પ્રચાર કાર્યમાં અત્યારે એક મોટો વિવાદ છેડાયો છે. વર્ષ 2005માં અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં આચરવામાં આવેલા કરોડોના દસ્તાવેજી કૌભાંડમાં જેનું નામ મુખ્ય આરોપી તરીકે ઉછળ્યું હતું, તેવા દક્ષેશ મહેન્દ્રભાઈ શાહને ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ ચૂંટણીમાં ‘સ્ટાર પ્રચારક’ તરીકેની જવાબદારી સોંપતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયામાં સવાલો ઉઠી રહ્યા છે.

ભૂતકાળનું કાળું પ્રકરણ: 2005નું મસમોટું કૌભાંડ

દસ્તાવેજી પુરાવાઓ મુજબ, વર્ષ 2005માં અમદાવાદના ઘાટલોડિયા સ્થિત દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ અને તેમના સાથીદારો સામે ગંભીર ગુનાહિત કાવતરાની તપાસ ચાલી હતી. આ કેસમાં દક્ષેશ શાહની સાથે વિજય દવે, અબ્દુલ રજાક મેમણ અને અન્ય શખ્સોના નામો પોલીસ અને કોર્ટના ચોપડે નોંધાયેલા છે.

ઉમરેઠ ચૂંટણીમાં ‘સ્ટાર પ્રચારક’ તરીકેની એન્ટ્રી

આટલી ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિ હોવા છતાં, ઉમરેઠની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને પ્રચારની કમાન સોંપવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

વિપક્ષના પ્રહારો: વિરોધ પક્ષો આ મુદ્દાને હથિયાર બનાવી રહ્યા છે કે, “શું ભાજપ પાસે કાર્યકરોની અછત છે કે આવા કથિત કૌભાંડીઓને મેદાનમાં ઉતારવા પડે છે?”

જનતામાં ચર્ચા: જે વ્યક્તિ સામે બેંકો અને નાગરિકોને છેતરવાના ગંભીર આરોપો લાગ્યા હોય, તે વ્યક્તિ જનતા વચ્ચે જઈને કયા મોઢે મતો માંગશે તેવો ગણગણાટ મતદારોમાં જોવા મળી રહ્યો છે.

પક્ષનો બચાવ અને ભવિષ્યની સ્થિતિ

હાલમાં આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આંતરિક સૂત્રો મુજબ દક્ષેશ શાહની સંગઠન શક્તિને જોઈને આ જવાબદારી અપાઈ હોઈ શકે છે. જોકે, 2005ના કૌભાંડના જૂના દસ્તાવેજો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉમરેઠ બેઠક પર ભાજપ માટે આ મુદ્દો ‘ગળાનું હાડકું’ બની શકે છે.

ગુનાની વિગત ; : આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. જેમાં ‘મારુતિ ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ અથવા તેના જેવી કોઈ સ્કીમ દ્વારા લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

  • નાણાકીય ગેરરીતિ: દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે આરોપીઓએ રૂ. 3,00,00,000/- (ત્રણ કરોડ રૂપિયા) ની રકમ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી સ્કીમમાં રોકાણના નામે મેળવી હતી.

  • ખોટા દસ્તાવેજો અને એજન્સી: આરોપીઓએ જુદા-જુદા શહેરોમાં એજન્સીઓ સ્થાપી હતી. તેમાં એન્ટ્રી ફી, મેમ્બર ફી અને એજન્ટ ફી ના નામે નાણાં ઉઘરાવ્યા હતા.

  • ઇનામોની લાલચ: રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ ઇનામો રાખવામાં આવ્યા હતા. દસ્તાવેજ મુજબ, ડ્રો (Draw) સિસ્ટમ દ્વારા ઇનામો આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવ્યા હતા.

  • નાણાં પરત ન કરવા: જ્યારે રોકાણકારોએ તેમના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી હતી અથવા નાણાં પરત આપ્યા નહોતા. આ રીતે લોકોના નાણાં ઓળવી જઈ (ગબન કરી) ગુનાહિત કૃત્ય આચર્યું હતું.

  • મુખ્ય કલમો: આ ગુના બદલ ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 406 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી) અને 120-B (ગુનાહિત કાવતરું) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

સંબંધિત પોસ્ટ્સ

“યુદ્ધથી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…” જેવર એરપોર્ટના ઉદ્ઘાટન સમયે PM મોદીની મોટી વાત

praxpatel

હોર્મુઝ જળમાર્ગ સંકટ: ભારતીય અર્થતંત્ર પર અસર, ગેસ અને દવાઓ મોંઘી થશે?

praxpatel

PM મોદીનું વાવ-થરાદમાં સંબોધન: ‘કોંગ્રેસે ગુજરાત સાથે દ્વેષ રાખ્યો, અમે વિકાસની ગંગા વહાવી’

praxpatel