Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

“સંબંધો નિભાવવા ભાષા નહીં ભાવ જોઈએ”: પરદાદી અને પુત્રવધૂનો આ ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

“સંબંધો નિભાવવા ભાષા નહીં ભાવ જોઈએ”: પરદાદી અને પુત્રવધૂનો આ ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

મુંબઈ: સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે જે આપણું દિલ જીતી લે છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફેમિલી મુલાકાતનો ખૂબ જ ઈમોશનલ અને પ્રેમાળ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાબિત કરે છે કે જો દિલમાં પ્રેમ હોય તો ભાષા ક્યારેય દીવાલ બનતી નથી.

ઉત્તર ભારતની વહુ અને દક્ષિણ ભારતના પરદાદી

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેફાલી નામની મહિલાએ @journeywithshefali હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોમાં એક ઉત્તર ભારતીય (North Indian) મહિલા લગ્ન પછી પહેલીવાર તેના તેલુગુ પતિના પરિવારને મળવા ભારત પ્રવાસે આવે છે. અહીં તે પોતાના પતિના પરદાદીને પહેલીવાર મળે છે. પરદાદીને માત્ર તેલુગુ ભાષા આવડે છે, જ્યારે વહુને તેલુગુ આવડતી નથી અને દાદીને હિન્દી કે અંગ્રેજી સમજાતી નથી.

ભાષા નડ્યા વિના દિલથી થઈ વાતચીત

એકબીજાની ભાષા ન સમજવા છતાં, નવી વહુ પરદાદી સાથે કનેક્ટ થવા માટે પૂરો પ્રયત્ન કરે છે. તે તેલુગુના કેટલાક શબ્દો બોલવાનો ટ્રાય કરે છે અને ઈશારા તેમજ સ્માઈલ દ્વારા વાતચીત કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં તેનો પતિ ટ્રાન્સલેટર (અનુવાદક) બને છે. વીડિયોમાં બંને આમને-સામને બેસીને વાતો કરતા અને હસતા જોવા મળે છે, જે ક્ષણ ખૂબ જ હૃદયસ્પર્શી છે.

વહુએ લખી ભાવુક કેપ્શન

આ વીડિયો શેર કરતા શેફાલીએ કેપ્શનમાં લખ્યું છે કે, “લગ્ન પછી અમારા પહેલા ભારત પ્રવાસે મને મારા પતિના પરદાદીને મળવાની તક આપી. હું તેલુગુ નથી બોલતી અને તેઓ હિન્દી-અંગ્રેજી નથી જાણતા. આ વાતચીત ભલે એકદમ સરળ નહોતી, પણ મેં તેમને જાણવાનો પૂરો પ્રયત્ન કર્યો. જો તમે નસીબદાર છો કે તમારી આસપાસ દાદા-દાદી કે પરદાદા-પરદાદી છે, તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન જરૂર કરજો.”

યુઝર્સે આપી દિલચસ્પ પ્રતિક્રિયાઓ

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભારે ઈમોશનલ થયા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, “સંબંધો નિભાવવા ભાષાની નહીં પણ શુદ્ધ ભાવની જરૂર હોય છે.” બીજા એક તેલુગુ-બંગાળી કપલે પોતાનો આવો જ અનુભવ શેર કર્યો હતો. જ્યારે અન્ય કેટલાક યુઝર્સે આ સુંદર ક્ષણ અને દક્ષિણ ભારતના ટ્રેડિશનલ ઘરના વખાણ કર્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

‘જો હું પ્રમુખ બનીશ તો ભારત સાથે સંબંધો સુધારીશ’, રેહમ ઈમેન્યુઅલનો ટ્રમ્પ પર પ્રહાર

praxpatel

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ: 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’!

praxpatel

સનરાઈઝર્સની ટીમે પાકિસ્તાની બોલર અબરાર અહમદને ખરીદતા હોબાળો, જાણો BCCI એ શું આપ્યું મોટું નિવેદન?

praxpatel