દિલ્હીમાં એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી અને શરદ પવારની દોહિત્રી રેવતી સુલેના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. આ પારિવારિક પ્રસંગે તમામ રાજકીય મતભેદો બાજુ પર મૂકીને દેશના દિગ્ગજ રાજનેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા.
PM મોદી અને શરદ પવારની ખાસ મુલાકાત
કાર્યક્રમની સૌથી વધુ ચર્ચિત બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવારની મુલાકાત રહી હતી. પીએમ મોદીએ સમારંભમાં ખાસ હાજરી આપીને નવદંપતી રેવતી સુલે અને સારંગ લખાણીને શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદી એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવારની બાજુમાં બેસીને તેમની સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરતા નજરે પડ્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
आज नई दिल्ली में एनसीपी की वरिष्ठ नेत्री एवं सांसद बहन श्री सुप्रिया सुले जी की सुपुत्री के विवाह समारोह में सम्मिलित होकर नवविवाहित दंपति को सुखद एवं मंगलमय वैवाहिक जीवन की हार्दिक बधाई एवं शुभकामनाएं प्रेषित कीं।@supriya_sule pic.twitter.com/wFVcpKktBF
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) August 10, 2026
સત્તા પક્ષ અને વિપક્ષના મોટા નેતાઓનો જમાવડો
આ ભવ્ય પ્રસંગે શરદ પવારે પોતે તમામ ખાસ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રિસેપ્શનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
रेवती सुळे यांच्या लग्नाच्या रिसेप्शनला सोनिया गांधी, राहुल गांधी आणि प्रियांका गांधी यांची उपस्थिती.
एक सुंदर कौटुंबिक क्षण.✨#Revatisule #WeddingReception #delhi pic.twitter.com/llPMYypSlP
— YOGESH GAIDHANE (@INC_Yogesh26) August 10, 2026
રિસેપ્શન પહેલા પીએમ મોદી સાથે સુપ્રિયા સુલેની બેઠક
લગ્નના રિસેપ્શન પહેલા સોમવારે જ સુપ્રિયા સુલેએ પોતાની પાર્ટીના 8 સાંસદો સાથે વડાપ્રધાન મોદી સાથે આશરે 20 મિનિટ સુધી બેઠક કરી હતી. આ મુલાકાત બાદ સીમાંકન (Delimitation) બિલ અંગે એનસીપી (એસપી)ના વલણને લઈને ચર્ચાઓ જાગી હતી. જોકે, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બેઠક દરમિયાન સાંસદોએ માત્ર પોતપોતાના વિસ્તારના વિકાસકીય અને જનહિતના પ્રશ્નો જ રજૂ કર્યા હતા.
……….तस्वीरें बहुत कुछ बता देती हैं…..सुप्रिया सुले की बेटी का रिसेप्शन……चमचों की राजमाता का अब वो रूबाब नहीं रहा….😁😁 pic.twitter.com/7N5H5wWcGT
— Bhupender hindu (@Bhupend44500774) August 11, 2026
