Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

“આ મહિલાઓ માટેનો કાયદો નથી, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું છે”: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

સંસદમાં રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલને ચૂંટણી નકશો બદલવાનું કાવતરું ગણાવ્યું. જાણો કેમ તેમણે આ બિલને 'રાષ્ટ્રવિરોધી' કહ્યું અને ગૃહમાં શું શું થયું.

મહિલા અનામત બિલ અને સીમાંકન (Delimitation) મુદ્દે લોકસભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા આ બિલને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું અને ગંભીર આરોપો લગાવ્યા હતા.

સંબોધનની રમૂજી શરૂઆત

ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સ્પીકરે તેમની ઈજા વિશે પૂછતા તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો હતો. એટલું જ નહીં, તેમણે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા રમૂજમાં કહ્યું, “મને અને વડાપ્રધાનને કોઈ ‘વાઇફ ઇશ્યૂ’ નથી!”, જેનાથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પ્રિયંકા ગાંધીના વખાણ અને અમિત શાહનું સ્મિત

રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધીના ભાષણના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “ગઈકાલે પ્રિયંકાએ 5 મિનિટમાં એ કરી બતાવ્યું જે હું 20 વર્ષમાં નથી કરી શક્યો. તેના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર પણ સ્મિત હતું.”

બિલ પર રાહુલ ગાંધીના મુખ્ય પ્રહારો

રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલને લઈને સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે:

  • ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: આ બિલ મહિલા સશક્તિકરણ માટે નહીં, પણ દેશનો ચૂંટણી નકશો બદલવા માટે લાવવામાં આવ્યું છે.

  • દલિતોના હક પર તરાપ: આ બિલ દ્વારા દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની ભાગીદારી ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

  • જાતિ ગણતરીથી ધ્યાન ભટકાવવું: દેશ જ્યારે જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરે છે, ત્યારે સરકાર આવા બિલ લાવીને લોકોનું ધ્યાન ભટકાવે છે.

‘જાદુગર’ની વાર્તા અને હોબાળો

રાહુલ ગાંધીએ ગૃહમાં એક જાદુગર અને બિઝનેસમેનની વાર્તા સંભળાવી સરકારને ઘેરી હતી. આ નિવેદન બાદ સત્તાપક્ષે ભારે હોબાળો કર્યો હતો. કિરેન રિજિજૂ અને રાજનાથ સિંહે આ નિવેદનોનો વિરોધ કર્યો હતો. રાજનાથ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે વડાપ્રધાનનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

વાવ-થરાદ અપહરણ કેસ: ‘હિતાનું મર્ડર કરજો’, પ્રેમ સંબંધમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

praxpatel

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના ₹9.43 લાખ કરોડ ધોવાયા

praxpatel

ભારત અન્ય દેશોને કેટલા રૂપિયાના હથિયાર વેચે છે? આગામી 3 વર્ષનો લક્ષ્યાંક શું છે? રક્ષામંત્રી રાજનાથ સિંહે જાહેર કર્યા આંકડા

praxpatel