Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના ₹9.43 લાખ કરોડ ધોવાયા

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના ₹9.43 લાખ કરોડ ધોવાયા

ભારતીય શેરબજારમાં આજે રકાસ જોવા મળ્યો છે. સતત બીજા દિવસે ભારે વેચવાલીને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. 30 માર્ચના રોજ સેન્સેક્સ 26 મહિનામાં પ્રથમ વખત 72,000ની સપાટીની નીચે બંધ રહ્યો છે.

સેન્સેક્સ બજારના આજના મુખ્ય આંકડા

  • સેન્સેક્સ: 1,635.67 પોઈન્ટ્સ (2.22%) ઘટીને 71,947.55 પર બંધ.

  • નિફ્ટી: 488.20 પોઈન્ટ્સ (2.14%) ઘટીને 22,331.40 પર બંધ.

  • નુકસાન: રોકાણકારોની સંપત્તિમાં 9.43 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો.

  • બજારની સ્થિતિ: 3,419 શેરોમાં ઘટાડો સામે માત્ર 837 શેરોમાં જ વધારો જોવા મળ્યો.

માર્ચ મહિનો રોકાણકારો માટે ‘કાળો મહિનો’ સાબિત થયો

નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં આ મહિને અંદાજે 10.5% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020માં કોરોના કાળમાં આવેલા કડાકા પછી આ સૌથી ખરાબ માસિક પ્રદર્શન ગણાય છે. વિદેશી રોકાણકારોએ આ મહિને રેકોર્ડબ્રેક 12.3 બિલિયન ડોલર પાછા ખેંચી લીધા છે.

શેરબજારમાં કડાકાના 6 મુખ્ય કારણો

  1. યુએસ-ઈરાન યુદ્ધનો ભય: મધ્ય પૂર્વમાં અમેરિકાની મોટી સૈન્ય તૈનાતીને કારણે યુદ્ધ લાંબુ ચાલવાની દહેશત વધી છે.

  2. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો: તણાવને કારણે ક્રૂડ ઓઈલ 115 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. જો સ્થિતિ બગડશે તો તે 200 ડોલર સુધી પહોંચવાની ચેતવણી છે.

  3. RBIનો નવો નિયમ: રિઝર્વ બેંકે બેંકો માટે ફોરેક્સ માર્કેટના નિયમો કડક કરતા બેંકિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.

  4. રૂપિયાનું ઐતિહાસિક સ્તર: ભારતીય રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત ડોલર સામે 95 ના સ્તરને પાર કરી ગયો છે.

  5. વિદેશી રોકાણકારો (FII) ની વેચવાલી: વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત 20માં દિવસે વેચવાલ રહ્યા છે.

  6. એક્સપાયરી અને રજા: આજે નિફ્ટીની માસિક એક્સપાયરી હતી અને આવતીકાલે મહાવીર જયંતિની રજા હોવાથી બજારમાં ભારે અસ્થિરતા રહી.

સંબંધિત પોસ્ટ્સ

સાણંદમાં ખાનગી ફાર્મમાં માલિક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

aminparmar

બેલ્જિયમમાં સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાઈ; અનેક લોકોના મોતના અહેવાલ

praxpatel

કૂનો નેશનલ પાર્કમાં ખુશીનો માહોલ: માદા ચિત્તા ‘જ્વાલા’એ 5 બચ્ચાને જન્મ આપ્યો, ભારતમાં ચિત્તાઓની સંખ્યા 50 ને પાર

praxpatel