Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

વિક્રમ-૧ રોકેટ દ્વારા પીએમ મોદીનો હસ્તલિખિત પોસ્ટકાર્ડ જશે અંતરિક્ષમાં, ‘મિશન આગમન’ રચશે ઇતિહાસ

વિક્રમ-૧ રોકેટ દ્વારા પીએમ મોદીનો હસ્તલિખિત પોસ્ટકાર્ડ જશે અંતરિક્ષમાં, 'મિશન આગમન' રચશે ઇતિહાસ

ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટર (ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર) માટે એક ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતની ખાનગી સ્પેસ કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) તેનું વિક્રમ-૧ (Vikram-1) રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ રોકેટ ટેકનિકલ પેલોડની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ખાસ સંદેશ પણ અંતરિક્ષમાં લઈ જશે. પીએમ મોદીએ પોતાના હાથે લખેલો ‘વંદે માતરમ્’ નો પોસ્ટકાર્ડ આ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.

શું છે ‘મિશન આગમન’?

આ ખાસ લોન્ચિંગને ‘મિશન આગમન’ (Mission Aagaman) નામ આપવામાં આવ્યું છે. આ ભારતીય ધરતી પરથી કોઈ ખાનગી કંપની દ્વારા વિકસિત રોકેટને ઓર્બિટ (કક્ષા) માં પહોંચાડવાનો પ્રથમ પ્રયાસ છે. આ રોકેટ ૧૮ જુલાઈના રોજ શ્રીહરિકોટાથી ઉડાન ભરશે.

અન્ય મહાનુભાવોના સંદેશા પણ જશે અંતરિક્ષમાં

પીએમ મોદીના પોસ્ટકાર્ડ સિવાય આ રોકેટમાં ઇસરો (ISRO) ના વર્તમાન અને પૂર્વ અધ્યક્ષો, ભારતીય અંતરિક્ષ યાત્રીઓ, વૈજ્ઞાનિકો અને સ્કાયરૂટની ટીમના સભ્યોના હસ્તલિખિત પોસ્ટકાર્ડ પણ મોકલવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મિશન ભારતના ઝડપથી વધી રહેલા સ્પેસ સેક્ટર અને તેમાં યોગદાન આપનારા લોકોને સમર્પિત છે.

રોકેટમાં કયા પેલોડ જશે?

વિક્રમ-૧ રોકેટમાં હસ્તલિખિત સંદેશાઓ સિવાય ઘણા મહત્વના ટેકનિકલ પેલોડ પણ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહા સ્પેસ (Grahaa Space), કોસ્મોસર્વ (Cosmoserve), ડી-ક્યુબ્ડ (DCubed) અને સ્કાયરૂટનો પોતાનો સ્કોપ (SCOPE) પેલોડ સામેલ છે. આ સિવાય માઈક્રો-આર્ટ પેલોડ પણ અંતરિક્ષમાં જશે.

જાણો વિક્રમ-૧ રોકેટ વિશે

  • આ સ્કાયરૂટ કંપનીનું બીજું અંતરિક્ષ મિશન છે. આ પહેલા નવેમ્બર 2022માં કંપનીએ ‘વિક્રમ-એસ’ રોકેટનું સફળ સબઓર્બિટલ લોન્ચિંગ કર્યું હતું.

  • વિક્રમ-૧ રોકેટ આશરે ૭ માળની ઈમારત જેટલું ઊંચું છે.

  • તે લો અર્થ ઓર્બિટ (LEO) માં ૩૫ ૦ કિલોગ્રામ સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે.

  • આ રોકેટ સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટથી બનેલું છે, જેમાં ૩ડી પ્રિન્ટેડ રોકેટ એન્જિનનો ઉપયોગ કરાયો છે.

સંબંધિત પોસ્ટ્સ

પરષોત્તમ રૂપાલાની સમાજને ટકોર: ‘અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડ આપણા સમાજની શોભા નથી’

praxpatel

ખામેનેઈના નિધન પર ભારતનો સત્તાવાર શોક: વિદેશ સચિવ વિક્રમ મિસરી ઈરાની દૂતાવાસ પહોંચ્યા

Maheriya Nirali

પાકિસ્તાનમાં ધર્મગુરુ મૌલાના ઇદરીસની ગોળી મારી હત્યા: રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન, પીએમ શહબાઝે વ્યક્ત કર્યું દુઃખ

praxpatel