Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક: મિડલ ઈસ્ટ યુદ્ધ અને મોંઘવારી મુદ્દે થશે ચર્ચા

PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક:

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરો ભારત પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવ્યા છે. આવતીકાલે સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક હાઈ-લેવલ બેઠક યોજશે.

મુખ્યમંત્રીઓ  સાથે બેઠક બોલાવવાનું મુખ્ય કારણ શું?

વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે ઓઈલ અને ગેસના પુરવઠા પર સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં ઉભી થનારી નીચેની સમસ્યાઓ પર ચર્ચા થશે:

  • પેટ્રોલ-ડીઝલની અફવા: દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લાગતી લાંબી કતારો અને અફવાઓ રોકવી.

  • સંગ્રહખોરી સામે લાલ આંખ: યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કાળાબજાર કરતા તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના.

  • ભાવ નિયંત્રણ: જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા અટકાવવા રાજ્યો સાથે તાલમેલ.

ચૂંટણી રાજ્યો માટે અલગ વ્યવસ્થા

જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા (Model Code of Conduct) લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તે રાજ્યો વતી મુખ્ય સચિવો કેબિનેટ સચિવાલય સાથે અલગથી સંપર્કમાં રહેશે.

વડાપ્રધાને અગાઉ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

સંબંધિત પોસ્ટ્સ

સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણનો અમલ કર્યો હોત તો સુરત ડૂબ્યું ન હોત! 20 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ફાઈલ

praxpatel

ઓમાન પાસે અમેરિકાના હુમલામાં 4 ભારતીય નાવિકોના મોત? વિદેશ મંત્રાલયે જણાવ્યું સત્ય

praxpatel

ODI World Cup 2027 માં 8 ટીમની એન્ટ્રી પાકી, બે વારની ચેમ્પિયન ટીમ પર બહાર થવાનું જોખમ!

praxpatel