Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

NEET UG 2026: નાગપુરના વિદ્યાર્થીને આબુધાબી સેન્ટર મળવા પર NTAનો મોટો ખુલાસો, જાણો શું છે સત્ય

NEET UG 2026ની રી-એક્ઝામ પહેલા નાગપુરના એક વિદ્યાર્થીને આબુધાબી સેન્ટર મળવાનો વિવાદ ગરમાયો છે. આ મામલે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર સ્પષ્ટતા કરી છે.

NEET UG 2026ની રી-એક્ઝામ પહેલા એક મોટો વિવાદ સામે આવ્યો હતો. નાગપુરના એક વિદ્યાર્થીને મહારાષ્ટ્રના બદલે સીધું અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. આ મામલે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોતાની સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી છે. NTAના જણાવ્યા મુજબ, આ કોઈ ટેકનિકલ ખામી નથી પણ વિદ્યાર્થીના લોગિન આઈડીથી જ આ ફેરફાર કરાયો હતો.

સિસ્ટમમાં કોઈ ખામી નહોતી: NTA

NTA એ સ્પષ્ટ કર્યું છે કે તેમની ઓનલાઈન સિસ્ટમમાં કોઈ ભૂલ નહોતી. એજન્સીના ડિજિટલ રેકોર્ડ દર્શાવે છે કે, પરીક્ષા સિટી બદલવાની વિનંતી વિદ્યાર્થીના પોતાના રજિસ્ટર્ડ લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા જ કરવામાં આવી હતી. વેબ-એક્ટિવિટી રેકોર્ડ મુજબ, એક જ યુઝર દ્વારા ક્રેડિશિયલ્સનો ઉપયોગ કરીને સેન્ટર બદલાયું હતું. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક હતી.

છેલ્લી ઘડીએ નાગપુર સેન્ટર કેવી રીતે મળ્યું?

પરીક્ષાના બરાબર 48 કલાક પહેલા એટલે કે 19 જૂનની સાંજે NTAને એક અનૌપચારિક વિનંતી મળી હતી. જેમાં વિદ્યાર્થીનું કેન્દ્ર અબુ ધાબીથી બદલીને ફરી નાગપુર કરવા માંગ કરવામાં આવી હતી. પરીક્ષા ખૂબ જ નજીક હોવા છતાં, NTAના અધિકારીઓએ માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક વિદ્યાર્થીના પિતાનો સંપર્ક કર્યો અને સત્તાવાર પ્રક્રિયા પૂરી કરીને કેન્દ્ર બદલી આપ્યું હતું.

99.5 ટકા વિદ્યાર્થીઓને મળી પસંદગીની સિટી

NTA ના જણાવ્યા અનુસાર, NEET UG 2026 રી-એક્ઝામ માટે એક્ઝામ સિટી કરેક્શન વિન્ડો ફરી ખોલવામાં આવી હતી. આ સુવિધાનો આશરે 3.2 લાખ ઉમેદવારોએ લાભ લીધો હતો. એજન્સીએ તેમાંથી 99.5 ટકાથી વધુ વિદ્યાર્થીઓને તેમની પહેલી પસંદગીનું પરીક્ષા શહેર ફાળવ્યું છે. NTA એ ઉમેર્યું કે, તેમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી વહીવટી કે તકનીકી વિવાદના કારણે પરીક્ષા આપવાથી વંચિત ન રહી જાય.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, જાણો CREDAIનો નિર્ણય

praxpatel

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી દેવાનું બિલ પાસ; અમદાવાદમાં આજે T20ની છેલ્લી મેચ; એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ-68 નવી તસવીરો જારી – Gujarat News

Gujarat Plus

પદ્મ વિભૂષણ પંડવાની ગાયિકા તીજન બાઈનું નિધન, 70 વર્ષની વયે રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

praxpatel