Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીની નકલી અશ્લીલ તસવીરો વાયરલ: મેલોનીએ ‘ડીપફેક’ સામે આપી કડક પ્રતિક્રિયા

ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની ની નકલી અશ્લીલ તસવીરો વાયરલ: મેલોનીએ 'ડીપફેક' સામે આપી કડક પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય સમાચાર: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જ્યોર્જિયા મેલોની ની કેટલીક વાંધાજનક અને અશ્લીલ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.

જ્યોર્જિયા મેલોની એ એક્સ (X) પર આપી સફાઈ

વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતે જ આ મામલે પ્રતિક્રિયા આપી છે:

  • તેમણે સ્પષ્ટ કર્યું કે આ તસવીરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવી છે.

  • મેલોનીએ આ તસવીરોને ‘ડીપફેક’ ગણાવી હતી અને તેને વિરોધીઓનું કાવતરું ગણાવ્યું હતું.

  • તેમણે કહ્યું કે, લોકો હવે હુમલો કરવા અને જૂઠાણું ફેલાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ડીપફેક એક ખતરનાક હથિયાર

મેલોનીએ આ ઘટનાને માત્ર પોતાના સુધી મર્યાદિત ન ગણાવતા ચેતવણી આપી છે: મેલોનીએ તેની પોસ્ટમાં આગળ લખ્યું કે હું મારો બચાવ કરી શકું છું, પરંતુ ઘણા લોકો કરી શકતા નથી. તેથી જ એક નિયમ હંમેશા લાગુ પડવો જોઈએ: વિશ્વાસ કરતા પહેલા ચકાસણી કરો, અને શેર કરતા પહેલા વિશ્વાસ કરો. કારણ કે આજે મારી સાથે જે થાય છે તે કાલે કોઈ બીજા સાથે પણ થઈ શકે છે.”

  • ડીપફેક ટેકનોલોજી કોઈપણ વ્યક્તિને નિશાન બનાવી શકે છે અને છેતરી શકે છે.

  • વડાપ્રધાને લોકોને અપીલ કરી છે કે કોઈપણ બાબત પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા તપાસવી જોઈએ.

  • તેમણે લખ્યું કે, “આજે મારી સાથે થઈ રહ્યું છે, આવતીકાલે કોઈ અન્ય સાથે પણ થઈ શકે છે”.

 

સંબંધિત પોસ્ટ્સ

હોર્મુઝની સામુદ્રધુનીમાં ફરી યુદ્ધ ! અમેરિકાએ બે ઈરાની ટેન્કરો પર હુમલો કર્યો, ભારે ગોળીબારના અહેવાલો

praxpatel

હિઝબુલ્લાહે ઇઝરાયલ સામે ઘાતક શસ્ત્ર તૈનાત કર્યું; તેને શોધવું છે મુશ્કેલ કાર્ય

praxpatel

અબુ ધાબી: બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગ લાગતા મચી દોડધામ

praxpatel