Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

ભારતીય મસાલાની નિકાસમાં 74%નો મસમોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં

ભારતીય મસાલાની નિકાસમાં 74%નો મસમોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં

મિનિસ્ટ્રી ઑફ કોમર્સ (DGCI&S) ના તાજેતરના આંકડા મુજબ, મસાલાની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી 2026માં મોટો આંચકો જોવા મળ્યો છે. મિનિસ્ટ્રી ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી(DGCI&S)ના હાલના આંકડા મુજબ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસાલાની નિકાસમાં વોલ્યુમની દૃષ્ટિએ 41% અને કિંમતની દૃષ્ટિએ લગભગ 74%નો જંગી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2025માં 1.90 લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી. જે ફેબ્રુઆરી 2026માં ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગઈ છે.

  • ફેબ્રુઆરી 2025માં 1.90 લાખ મેટ્રિક ટન નિકાસ થઈ હતી.

  • ફેબ્રુઆરી 2026માં આ આંકડો ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગયો છે.

  • કિંમતની દૃષ્ટિએ નિકાસમાં 74% નો જંગી ઘટાડો થયો છે.

કેમ ઘટી નિકાસ? ચીનનું બજાર ઠંડુ પડ્યું

નિકાસ ઘટવાનું મુખ્ય કારણ ચીન તરફથી માંગમાં આવેલો ઘટાડો છે:

  1. ચીન: ગત વર્ષે ચીન $130 મિલિયનની આયાત કરતું હતું, જે હવે ઘટીને માત્ર $28 મિલિયન થઈ ગઈ છે (78% ઘટાડો).

  2. થાઈલેન્ડ: અહીં પણ મસાલાની માંગમાં 35% નો ઘટાડો થયો છે.

  3. અમેરિકા: યુએસ માર્કેટમાં પણ 10% નો સાધારણ ઘટાડો જોવા મળ્યો છે.

આ દેશોમાં ભારતીય મસાલાની બોલબાલા વધી

એક તરફ મોટા દેશોમાં માંગ ઘટી છે, ત્યારે પાડોશી અને ખાડી દેશોમાં ભારતની પકડ મજબૂત થઈ છે:

  • શ્રીલંકા: મસાલાની નિકાસમાં 137% નો રેકોર્ડબ્રેક વધારો થયો છે.

  • સાઉદી અરેબિયા: નિકાસ $12 મિલિયનથી વધીને $21 મિલિયન (75% વધારો) થઈ છે.

  • UAE અને બાંગ્લાદેશ: યુએઈમાં 18% અને બાંગ્લાદેશમાં 4% ની વૃદ્ધિ જોવા મળી છે.

ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે

ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ના ચેરમેન તેજસ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે:

  • વૈશ્વિક શિપિંગ રૂટ પ્રભાવિત થઈ શકે છે.

  • નૂર ખર્ચ (Freight Cost) માં વધારો થવાની શક્યતા છે.

  • આનાથી માર્ચ મહિનામાં કૃષિ ઉત્પાદનોની નિકાસ પર વધુ માઠી અસર પડી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

સુરતમાં સામૂહિક આપઘાત,પૈસાની ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીધી

aminparmar

ઈરાન જંગ વચ્ચે ભારતીય કેપ્ટનનો ‘માસ્ટરસ્ટ્રોક’: હોર્મુઝ સ્ટ્રેટમાં દુશ્મનોને ચકમો આપી ક્રૂડ ઓઈલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું

praxpatel

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

praxpatel