Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

હંસિકા મોટવાણીના છૂટાછેડા: લગ્નના 4 વર્ષમાં સોહેલ કથુરિયા સાથેનો સંબંધ તૂટ્યો, એલીમની પર લીધો મોટો નિર્ણય

હંસિકા મોટવાણીના છૂટાછેડા: લગ્નના 4 વર્ષમાં સોહેલ ખતુરિયા સાથેનો સંબંધ તૂટ્યો, એલીમની પર લીધો મોટો નિર્ણય

અભિનેત્રી હંસિકા મોટવાણી છેલ્લા કેટલાક મહિનાથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં હતી. હવે તેમની લગ્નજીવન અંગે મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ હંસિકા મોટવાણી અને તેમના પતિ સોહેલ કથુરિયાનો તલાક થઈ ગયો છે. મુંબઈ ફેમિલી કોર્ટે બંનેના તલાકને મંજૂરી આપી દીધી છે. જેના કારણે લગભગ ચાર વર્ષ જૂનું લગ્નજીવન હવે સમાપ્ત થયું છે.

લગ્ન પછી જ શરૂ થઈ ગઈ હતી ખટપટ

હંસિકા મોટવાણી અને બિઝનેસમેન સોહેલ કથુરિયાએ 4 ડિસેમ્બર 2022ના રોજ જયપુરમાં હિંદુ રીતરિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

પરંતુ લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે મતભેદ શરૂ થયા હોવાની ચર્ચાઓ સામે આવી હતી. ધીમે ધીમે સોશિયલ મીડિયા પર પણ બંનેની સાથેની તસવીરો જોવા મળતી બંધ થઈ ગઈ હતી.

રિપોર્ટ્સ મુજબ સ્વભાવ, વિચારો અને જીવનશૈલીમાં મોટા તફાવતના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. નાના મુદ્દાઓ પર પણ મતભેદ વધતા ગયા, જેના કારણે એક સાથે રહેવું મુશ્કેલ બન્યું.

પરસ્પર સંમતિથી લીધો તલાકનો નિર્ણય

આખરે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. કોર્ટમાં તલાક માટે સંયુક્ત અરજી કરવામાં આવી હતી. અદાલતમાં હંસિકા તરફથી વકીલ અદનાન શેખે પક્ષ રજૂ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, બંનેએ લગ્ન બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરિવારજનો અને મિત્રો પણ બંનેને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પરંતુ અંતે સમસ્યાનો ઉકેલ આવી શક્યો નહીં.

ખાસ વાત એ છે કે હંસિકા મોટવાણીએ તલાક સમયે સ્ત્રીધન અથવા એલિમની અંગે કોઈપણ પ્રકારનો દાવો કર્યો નથી. રિપોર્ટ્સ મુજબ બંને 2 જુલાઈ 2024થી અલગ રહેતા હતા.

સોહેલ કથુરિયાનું આ બીજું લગ્ન હતું

સોહેલ કથુરિયાનું આ બીજું લગ્ન હતું. અગાઉ તેઓ રિંકી બજાજ સાથે લગ્નબંધનમાં બંધાયા હતા. રિંકી બજાજ હંસિકાની નજીકની મિત્ર હોવાનું કહેવાય છે. રિંકી સાથે અલગ થયા બાદ સોહેલે હંસિકા મોટવાણી સાથે લગ્ન કર્યા હતા.

OTT પર પણ સ્ટ્રીમ થઈ હતી તેમની લગ્નકથા

હંસિકા અને સોહેલના લગ્ન ખૂબ ભવ્ય રીતે યોજાયા હતા. તેમની લગ્નકથા ‘લવ શાદી ડ્રામા’ નામે OTT પ્લેટફોર્મ પર પણ સ્ટ્રીમ કરવામાં આવી હતી. જેમાં લગ્નની તૈયારીઓ અને સમારંભની ઝલક દર્શાવવામાં આવી હતી.

હંસિકા મોટવાણીનું કરિયર

મોટવાણીએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેમણે લોકપ્રિય ટીવી શો ‘શાકા લકા બૂમ બૂમ’થી ઓળખ મેળવી હતી. ત્યારબાદ તેઓ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં પણ જોવા મળ્યા હતા.

પછી હંસિકાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને આજે તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ; બિહારમાં 8 ફ્લાઇટ રદ, બે જગ્યાએ વાહનો અથડાયા

Gujarat Plus

Bhooth Bangla Trailer: અક્ષય કુમારનો એ જ અંદાજ અને પ્રિયદર્શનનો જાદુ, ટ્રેલર જોઈને ‘ભૂલ ભુલૈયા’ યાદ આવી જશે

praxpatel

4 વર્ષ બાદ મોટા પડદે ‘રોકી ભાઈ’નું કમબેક! ₹1200 કરોડની બ્લોકબસ્ટર આપ્યા બાદ યશ હવે મચાવશે તબાહી

praxpatel