Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે.

આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહી છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે.

આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે. આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.

AAP દ્વારા ઉમેદવારોની પસંદગી બે મુખ્ય તબક્કામાં કરવામાં આવશે:

10 થી 15 માર્ચ: જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટીની કમિટીની બેઠકો યોજાશે. અહીં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

16 થી 18 માર્ચ: પ્રદેશ સ્તરે ચૂંટણી કમિટી દ્વારા નામો પર વિચારણા કરવામાં આવશે.

20 માર્ચ પછી: તમામ બેઠકો પર સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10મી તારીખથી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના નામ 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

નવા ચહેરાઓને આમંત્રણ

પાર્ટીએ રાજકારણમાં આવવા ઈચ્છતા લોકો અને યુવાનોને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. જે પણ લોકો ઉમેદવારી કરવા માંગતા હોય, તેઓ જિલ્લા સ્તરની સ્ક્રુટીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. AAPનો લક્ષ્ય ગુજરાતમાં ભાજપ સામે એક સકારાત્મક અને વિકાસલક્ષી વિકલ્પ ઊભો કરવાનો છે.

સંબંધિત પોસ્ટ્સ

રાજ્યસભા ચૂંટણી પહેલાં ગરમાવો: ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ હરકતમાં, રાતોરાત કર્ણાટક શિફ્ટ કરાશે?

praxpatel

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel

મહારાષ્ટ્ર: બોસ સાથે બ્રેકઅપ થતા યુવતીએ હોટલના રૂમમાં કર્યો આપઘાત, 2 વર્ષથી હતું અફેર

praxpatel