Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

શું હતી સમગ્ર ઘટના?

આંબાવાડીમાં રહેતા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ તકનો લાભ ઉઠાવી પ્રદીપભાઈનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025માં પ્રદીપભાઈ પર અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારે બેન્ક અધિકારી હોવાનો દાવો કરી તેમની પાસેથી પાનકાર્ડ અને પે-સ્લિપ ઇમેઇલ દ્વારા મંગાવી હતી. પાંચમી ડિસેમ્બર 2025ના રોજ ઠગે ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને પ્રદીપભાઈને એક લિંક મોકલી વીડિયો કોલ કરાવ્યો હતો

પોલીસ તપાસ શરૂ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી જે મોબાઈલ નંબર અને બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે

OTP આવતા ખાતું સાફ:-

વીડિયો કોલ દરમિયાન ઠગે પ્રદીપભાઈને તેમનું જૂનું ‘AU સ્મોલ ફાઇનાન્સ બેંક’નું કાર્ડ બતાવવા કહ્યું હતું. તેણે જેવું કાર્ડ વીડિયો કોલ પર બતાવ્યું, તે સાથે ઠગે કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ પર OTP આવવા લાગ્યા હતા. જોતજોતામાં 1,10,217 અને પછી 1,27,980ના બે મોટા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. કુલ 2,38,197 રૂપિયા કપાઈ જતાં પ્રદીપભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

Cyber Fraud in Ahmedabad: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સાયબર ઠગાઈની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSNL માંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધને બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી, ક્રેડિટ કાર્ડની પ્રોસેસના બહાને ઠગે તેમના ખાતામાંથી 2.38 લાખ રૂપિયા સેરવી લીધા છે. મામલે ભોગ બનનારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત પોસ્ટ્સ

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali

માતાની નજર ચૂકવી 3 શ્વાને બાળકને ઘેર્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

praxpatel

અમદાવાદ: ધોળકા ની સરકારી શાળામાં કલંકિત ઘટના, વિદ્યાર્થી સાથે અડપલાં કરનાર શિક્ષક જેલભેગો

praxpatel