Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવા જઈ રહ્યો છે. . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેને લઈને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જિલ્લાની મુલાકાતે પણ છે.

હર્ષ સંઘવીએ સર્કિટ હાઉસમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન તથા રીજનલ કોન્ફરન્સના આયોજનને લઈને ભાજપના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ કલેક્ટર કચેરીએે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

PM મોદીનો રાજકોટ રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે 11 જાન્યુઆરીએ રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં આયોજીત વાયબ્રન્ટ સમિટ ઉદ્ઘાટન માટે પહોંચશે.

નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ 11 જાન્યુઆરીએ થશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મદીના હસ્તે કરવામાં આવશે. 6 વિશાળ ડોમમાં એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે

રાજકોટમાં યોજાનાર આ સમિટમાં PM મોદી સાથે અલગ-અલગ રાષ્ટ્રોના રાજદૂત, 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તા અને નીતિ નિર્માતાઓ પણ હાજરી આપશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્ર પ્રદેશની ઔધ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉધ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજવાના છે.

બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉધ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. 11થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ થિયરી’: 4 નવા ઉમેદવારોના નામ જાહેર

praxpatel

વલસાડમાં જળપ્રલય: વરસાદનો 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 43 ઇંચ વરસાદથી ઉમરગામ ડૂબ્યું

praxpatel

અમદાવાદ RTO: આજથી શરૂ થયો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, ભૂલ કરી તો કોમ્પ્યુટર જ કરશે નાપાસ

praxpatel