ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની બદલી કરવામાં આવી છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ તંત્રમાં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનો અને સર્કલ ઓફિસોમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કાયદોઅને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને કામગીરીમાં પારદર્શકતા લાવવાનો છે.
