Gujarat Plus
Breaking News
ગુજરાત

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક; મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક; મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમમાં થયેલી કરોડોની ચોરીના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલી મુખ્ય મહિલા આરોપી અને શોરૂમની પૂર્વ સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાના આક્ષેપો બાદ હવે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. આ અંગે કોર્ટે નિકોલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નોટિસ ફટકારીને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

મહિલા આરોપીએ પોલીસ પર શું આક્ષેપ કર્યા?

આરોપી હર્ષિદા શેટ્ટીએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી છે કે તેની ધરપકડ દરમિયાન સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું નથી. તેના મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે:

  • નિયમોનું ઉલ્લંઘન: ધરપકડ વખતે મહિલાઓની સુરક્ષાના નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા.

  • પુરુષ પોલીસકર્મી દ્વારા ચેકિંગ: હર્ષિદાનું શારીરિક ચેકિંગ કરતી વખતે કોઈ મહિલા પોલીસકર્મી હાજર ન હતા અને પુરુષ પોલીસકર્મીએ તેનું ચેકિંગ કર્યું હતું, જે કાયદાકીય રીતે ગુનો છે.

  • નાણાં પડાવવાનો આક્ષેપ: પોલીસે સોનું રિકવર કરતી વખતે તેની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. ૧ લાખ રોકડા પડાવી લીધા હતા. આ અરજીના આધારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી સોમવારે (૨૫ મે) થશે.

મિત્રે જ આપ્યો દગો, હજુ 800 ગ્રામ સોનું રિકવર કરવાનું બાકી

પોલીસે હર્ષિદા અને તેના ભાગીદાર મયુર માળીની ધરપકડ કરી લીધી છે. હર્ષિદાના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે મયુર ૨૫ મે સુધી રિમાન્ડ પર છે. તપાસમાં સામે આવ્યું છે કે હર્ષિદાને તેના જ પુરુષ મિત્ર મયુરે દગો આપ્યો હતો અને તે મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. હર્ષિદા પોતાની પાસે બચેલા આશરે ૨૨ લાખના ઘરેણાં વેચવા માણેકચોક આવી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડી હતી.

બીજી તરફ, મયુર માળીએ જણાવ્યું છે કે તેણે બાકીનું સોનું ઉદયપુરથી ૪૦ કિલોમીટર દૂર બઠેડા ગામમાં દાટ્યું છે. પોલીસ હજુ પણ ૮૦૦ ગ્રામ જેટલું સોનું રિકવર કરવા માટે તપાસ ચલાવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

નિકોલમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલના શોરૂમ માલિક દર્શનભાઈ જૈને ૯ મેના રોજ આ ફરિયાદ નોંધાવી હતી. બપોરે તેઓ જમવા ઘરે ગયા ત્યારે શોરૂમના સીસીટીવી (CCTV) ફૂટેજમાં હર્ષિદાબહેન કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાયા હતા. ત્યારબાદ તે પોતાની બેગ લઈને શોરૂમમાંથી ગાયબ થઈ ગઈ હતી અને પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો.

સંબંધિત પોસ્ટ્સ

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ANIL PATEL

દ્વારકામાં જામ્યો હોળીની માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

aminparmar

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સાપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડાટ

praxpatel