આંખો આપણા ચહેરાનો સૌથી સુંદર ભાગ છે. પરંતુ ઘણીવાર અપૂરતી ઊંઘ, વધુ પડતો તણાવ (Stress) અથવા આંખોની આસપાસ પ્રવાહી (Fluid) જમા થવાને કારણે આંખોની નીચે સોજો આવી જાય છે. આંખો નીચેના સોજા અને ડાર્ક સર્કલ માત્ર દેખાવ બગાડે છે એવું નથી, તેનાથી ચહેરો પણ ખૂબ જ થાકેલો દેખાય છે. ‘Garekars M.D. Dermatology Clinic’ ના ફાઉન્ડર અને જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. ગુરવીન વારાઇચ કરેકરે આંખોની પફીનેસ દૂર કરવા માટેના કેટલાક ખૂબ જ સરળ ઉપાયો જણાવ્યા છે.
૧. કોલ્ડ ગ્રીન ટી બેગનો ઉપયોગ
આંખોના સોજા ઘટાડવામાં કોલ્ડ કમ્પ્રેસ (ઠંડો શેક) ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
-
આ માટે વપરાયેલી ગ્રીન ટી બેગને ફ્રિજમાં ઠંડી થવા માટે મૂકી દો.
-
ત્યારબાદ આ ઠંડી ટી બેગને થોડીવાર આંખો પર રાખો.
-
ગ્રીન ટીમાં રહેલું કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ આંખોનો સોજો અને કાળા કુંડાળા દૂર કરવામાં અત્યંત મદદરૂપ બને છે.
૨. કેફીન બેઝ્ડ અંડર આઈ સીરમ
ડૉ. ગુરવીનના જણાવ્યા અનુસાર, કેફીન ધરાવતું અંડર આઈ સીરમ આંખોની નીચે માટે બેસ્ટ સાબિત થાય છે. આ સીરમ ત્વચાની નીચે જમા થયેલા વધારાના પ્રવાહીને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ તે આંખોની આસપાસની બ્લડ વેસેલ્સ (લોહીની નસો) ને આરામ આપે છે.
૩. સોડિયમ (મીઠું) અને ખાંડનું સેવન ઓછું કરો
ડાયેટમાં વધારે પડતું મીઠું અને પ્રોસેસ્ડ શુગર લેવાથી શરીરમાં વોટર રીટેન્શન થાય છે. આનાથી આંખોની નીચે પ્રવાહી જમા થાય છે અને સોજા વધી જાય છે. તેથી તમારા ખોરાકમાં નમક અને ગળપણની માત્રા મર્યાદિત રાખો.
૪. દિવસમાં ૩ લીટર પાણી પીવો
શરીર હાઇડ્રેટેડ રહેશે તો આવી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. રોજનું ઓછામાં ઓછું ૩ લીટર પાણી પીવાની ટેવ પાડો. પાણી પીવાથી શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકીલી બને છે.
૫. મેગ્નેશિયમ ગ્લાયસિનેટ
આંખોની પફીનેસ અને ડાર્ક સર્કલ ઘટાડવામાં મેગ્નેશિયમ ગ્લાયસિનેટ સપ્લિમેન્ટ પણ મદદરૂપ સાબિત થાય છે. જો કે, કોઈપણ પ્રકારના સપ્લિમેન્ટ્સ લેતા પહેલા તમારા સ્કીન સ્પેશિયાલિસ્ટ (Dermatologist) ની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ નવો ડાયેટ પ્લાન અથવા સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ અચૂક લો.
