Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર રૂ. 30 લાખની લક્ઝરી પેન જપ્ત, એક પેનની કિંમત જાણી ચોંકી જશો!

અમદાવાદ એરપોર્ટ પર જાપાનથી આવેલા મુસાફર પાસેથી 30 લાખની 61 મોંઘીદાટ પેન જપ્ત. મોં બ્લા અને વિસ્કોન્ટી જેવી બ્રાન્ડની એક પેનની કિંમત 2 લાખ સુધી.

અમદાવાદ એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની 61 ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. આ મુસાફરે કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વગર આ કિંમતી જથ્થો છુપાવીને લાવવાનો પ્રયાસ કર્યો હતો.

કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી

કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ ગુપ્ત માહિતીના આધારે આ મુસાફરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પેનોની કુલ કિંમત આશરે 30 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. હાલ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધી મુસાફરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

જપ્ત કરાયેલી પેનોની ચોંકાવનારી કિંમત

ઝડપાયેલા જથ્થામાં એવી પેન સામેલ છે જે વિશ્વભરમાં ‘લિમિટેડ એડિશન’ ગણાય છે. જુઓ તેની ખાસિયતો:

  • મોં બ્લા (Montblanc) માસ્ટરસ્ટુક: આ પેન પર 18K સોનાનો ઢોળ ચડાવેલો હોય છે. તેની કિંમત 1 લાખથી 2.50 લાખ રૂપિયા સુધીની છે.

  • વિસ્કોન્ટી હોમો સેપિયન્સ: આ લંડન ફોગ એડિશનના વિશ્વમાં માત્ર 888 નંગ જ છે. તેની કિંમત આશરે રૂ. 1 લાખ છે.

  • નાકાયા સાકુરા: હાથથી કલાત્મક ડિઝાઇન કરેલી આ પેનની કિંમત રૂ. 2 લાખ સુધીની હોય છે.

  • પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન: 18K સોનાની નિબ ધરાવતી આ આઇકોનિક પેન રૂ. 90,000 સુધીની કિંમતની છે.

સ્મગલિંગ પાછળનું શું છે રહસ્ય?

આટલી મોટી સંખ્યામાં મોંઘી પેન લાવવા પાછળ કોઈ મોટું સ્મગલિંગ નેટવર્ક હોવાની શંકા છે. સામાન્ય રીતે આવી પેનનો ઉપયોગ ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ ‘સ્ટેટસ સિમ્બોલ’ તરીકે કરે છે. કસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ: ‘યુરેનિયમ અમારી માટી જેટલું પવિત્ર, કોઈને નહીં આપીએ’

praxpatel

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali

કર્ણાટક કોંગ્રેસમાં CM પદ માટે ખેંચતાણ શરૂ, ડીકે શિવકુમારના નિવેદનથી સિદ્ધારમૈયા જૂથમાં ખળભળાટ

praxpatel