Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર: 14 જિલ્લામાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

અમદાવાદમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર: 14 જિલ્લામાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો છે. માત્ર 6 કલાકમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ કારણે આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રહલાદનગરમાં વાહનો તરતા જોવા મળ્યા હતા. વિઝિબિલિટી ઘટી જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

આગામી 3 કલાક ભારે: 14 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગના તાજેતરના Nowcast મુજબ, રાજ્યના 14 જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓ:

  • અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા

  • વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ

  • તાપી, ડાંગ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર

અમદાવાદની સ્કૂલ-કોલેજોમાં શુક્રવારે રજા જાહેર

શહેરમાં ભરાયેલા પાણી અને અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ મોટો નિર્ણય લીધો છે.

  • અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી DEO દ્વારા નિર્ણય લેવાયો છે.

  • શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શુક્રવારે રજા રહેશે.

  • શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

ગુજરાતમાં સર્જાયેલી વરસાદી આફત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

  • PM મોદીએ રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી.

  • કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે.

  • કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ રાજ્ય સરકાર સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી છે.

S.G. હાઈવે પર ટ્રાફિક જામ, મુખ્યમંત્રીનો કાફલો ફસાયો

અતિભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે.

  • S.G. હાઈવે: થલતેજથી ઇસ્કોન સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થયો હતો.

  • પેલેડિયમ મોલ પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફિકમાં ફસાયો હતો.

  • અંડરપાસ બંધ: સુરક્ષાના કારણોસર પરિમલ, અખબાર નગર, શાહીબાગ, જલારામ અને ઉસ્માનપુરા સહિત 9 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.

  • વાસણા બેરેજ: સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ બની નાગરિકોની દેવદૂત

મુશ્કેલ સમયમાં અમદાવાદ શહેર પોલીસે માનવતાવાદી કામગીરી કરી છે:

  • સરખેજ પોલીસ: એલ.જે. કોલેજ પાસે ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બસ સ્ટેન્ડ પહોંચાડ્યા.

  • વસ્ત્રાપુર અને દાણીલીમડા: પાણીમાં ફસાયેલી સ્કૂલ વાનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

  • પોલીસે વરસાદમાં અટવાયેલી વિદ્યાર્થીનીઓને પોતાની સરકારી ગાડીમાં ઘરે ડ્રોપ કરી હતી.

તંત્રની અપીલ: નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સાબરમતી નદીના કિનારે ન જવા કડક સૂચના આપવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali

CBSE થ્રી લેંગ્વેજ પોલિસી પર સુપ્રીમ કોર્ટની ટકોર: ધોરણ-9ના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો

praxpatel

કોલકાતાનું 300 વર્ષ જૂનું ‘ઠનઠનિયા’ કાલી મંદિર: જાણો પીએમ મોદી જ્યાં પૂજા કરવાના છે તે મંદિરનો રોમાંચક ઈતિહાસ

praxpatel