Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિમાં 4 ગણો વધારો

મદાવાદ ચૂંટણી 2026: રિપીટ થયેલા ઉમેદવારો ની સંપત્તિમાં 5 વર્ષમાં 4 થી 30 ગણો વધારો થયો છે. જાણો કયા નેતા જમીનદાર બન્યા અને કોણે ખરીદ્યા શેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના માહોલ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા 5 વર્ષમાં શહેરના વિકાસના કામો ભલે અધૂરા રહ્યા હોય, પરંતુ જનતાના પ્રતિનિધિઓની પોતાની સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. ઉમેદવારો એ ભરેલા સોગંદનામા મુજબ, ઘણા કાઉન્સિલરોની મિલકત 2 થી 30 ગણી વધી ગઈ છે.

કરોડપતિ બનવાની ચૂંટણી!

વર્ષ 2021માં જ્યારે આ ઉમેદવારો પ્રથમવાર મેદાનમાં હતા, ત્યારે તેમની પાસે મર્યાદિત મિલકત હતી. આજે પાંચ વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઘણા નેતાઓ હવે જમીનદાર બની ગયા છે. તેમણે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વિરમગામ અને સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનો અને પ્લોટ ખરીદ્યા છે.

પાંચ વર્ષમાં કોની સંપત્તિ કેટલી વધી? (૨૦૨૧ vs ૨૦૨૬)

ઉમેદવારનું નામ વોર્ડ મિલકત (૨૦૨૧) મિલકત (૨૦૨૬)
હિતેશ બારોટ થલતેજ ૩૮.૬૬ કરોડ ૧૦૯ કરોડ
દેવાંગ દાણી બોડકદેવ ૬૯.૭૪ લાખ ૧.૮૩ કરોડ
જૈનિક વકીલ પાલડી ૩.૦૮ કરોડ ૬.૫૮ કરોડ
કમલેશ પટેલ ખોખરા ૪૬.૮૦ લાખ ૧.૭૦ કરોડ
મૌલિક પટેલ રામોલ-હાથીજણ ૩૨.૭૯ લાખ ૨.૨૨ કરોડ
નીરવ બક્ષી દરિયાપુર ૧.૨૬ કરોડ ૩.૫૮ કરોડ
શહેઝાદખાન પઠાણ દાણીલીમડા ૨.૪૭ લાખ ૮૧.૧૭ લાખ
જગદીશ રાઠોડ અમરાઈવાડી ૧.૩૨ કરોડ ૧.૬૭ કરોડ

કોની પાસે કેટલું સોનું?

ઉમેદવારનું નામ સોનાનું પ્રમાણ
જૈનિક વકીલ ૬૨ તોલા
નીરવ બક્ષી ૫૮ તોલા
હિતેશ બારોટ ૫૭ તોલા
મૌલિક પટેલ ૪૧ તોલા
કમલેશ પટેલ ૩૭ તોલા

નેતાઓની સંપત્તિમાં વધારાની વિગત (સોગંદનામા મુજબ)

નીચે આપેલા ટેબલમાં જાણીતા ઉમેદવારો ની સંપત્તિમાં થયેલા ફેરફારની વિગતો છે:

ઉમેદવારનું નામ પક્ષ સંપત્તિમાં વધારો / નોંધ
શહેઝાદખાન પઠાણ કોંગ્રેસ સંપત્તિમાં અંદાજે 30 ગણો વધારો.
હિતેશ બારોટ ભાજપ સંપત્તિમાં 2 થી 3 ગણો વધારો.
દેવાંગ દાણી ભાજપ સંપત્તિમાં નોંધપાત્ર વધારો.
જૈનિક વકીલ ભાજપ રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેનની મિલકતમાં વધારો.
મૌલિક પટેલ ભાજપ પાંચ વર્ષમાં મોટા પાયે જમીનોની ખરીદી કરી.
નીરવ બક્ષી કોંગ્રેસ દરિયાપુરના ઉમેદવાર હવે જમીનદાર બન્યા.
કમલેશ પટેલ ભાજપ 20થી વધુ જાણીતી કંપનીઓના શેર ખરીદ્યા.

લક્ઝરી લાઈફસ્ટાઈલ અને રોકાણ

સોગંદનામાની વિગતો મુજબ, નેતાઓએ માત્ર જમીન જ નહીં પણ અન્ય ક્ષેત્રોમાં પણ ભારે રોકાણ કર્યું છે:

  • વૈભવી કાર: જે નેતાઓ પાસે એક કાર હતી, તેમના ઘરે હવે 3-4 મોંઘી ગાડીઓ છે.

  • શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ: કમલેશ પટેલ જેવા નેતાઓએ અનેક મોટી કંપનીઓના શેરમાં લાખોનું રોકાણ કર્યું છે.

  • પોશ એરિયામાં બંગલા: બોડકદેવ, થલતેજ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં નવા બંગલાઓ બંધાયા છે.

  • પાર્િવારિક સુરક્ષા: પત્ની અને બાળકોના નામે લાખોની FD અને વીમા પોલિસીઓ લેવામાં આવી છે.

જનતામાં નારાજગી છતાં ટિકિટ

શહેરમાં રોડ-રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓના કામો બાકી હોવા છતાં, હાઈકમાન્ડે આ નેતાઓ પર ભરોસો મૂકીને તેમને ફરીથી ટિકિટ આપી છે. હવે જોવાનું એ રહેશે કે સંપત્તિમાં થયેલો આ વધારો મતદારોના મન પર શું અસર કરે છે.

સંબંધિત પોસ્ટ્સ

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી શરૂ થયું ’મૂન મિશન’?

praxpatel

રાજકોટ : જંગલેશ્વરમાં દુકાનદારો, ફેરિયાઓએ કહ્યું, “મકાન સાથે અમારી કમ્મર પણ ભાંગી નાખી”

aminparmar

ODI World Cup 2027: જાણો ક્યારે અને ક્યાં રમાશે આગામી વનડે વિશ્વકપ

praxpatel