Gujarat Plus
Breaking News
અન્યખેડૂત આંદોલનગુજરાત

સરકાર સાથે સમાધાન કરીને કિસાન સંઘ ફસાયું ! વિદ્રોહ ફાટી નિકળ્યું !

ખેડ઼ૂતની માંગો મુદ્દે જ્યારથી કિસાન સંઘે સમાધાન કર્યુ છે ત્યારથી તેની ટિકાઓ થઇ રહી છે, મહત્વપુર્ણ બાબત એ છે કે હવે કિસાન સંઘમાં અંદરો અંદર પણ વિવાદ શરુ થયો છે, વિવાદ થી બચવા માટે કિસાન સંઘે જે મુદ્દાઓ મુદ્દે સમાધાન થયુ છે તેની યાદી પણ બહાર પાડી છે, પણ છતાં તેનાથી ગામડાઓમાં ખેડૂતો સંતુષ્ટ નથી,
ખેડૂતો સવાલ પુછી રહ્યા છે, કિસાન સંઘે ખેડૂતોના હિતમાં માટે નહી પણ ભાજપને બચાવવા માટે સમાધાન કર્યું, અને ખેડૂતોના આંદોલનને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, સાથે કોઇ કિસાન સંઘના આગેવાનોને મીડીયા સમક્ષ ન બોલવાની સલાહ પણ આપવામા આવી છે

કિસાન સંઘના આગેવાનોને ન બોલવાની સલાહ,,

માનનીય શ્રી તાલુકા પ્રમુખ મંત્રીશ્રીઓ. ….. ……. ભારતીય કિસાન સંઘ ના નીતિનિયમ મુજબ હાલ ની પરિસ્થિતિ જોતો કેટલાક રાજકીય નેતાઓ બિન રાજકીય બની નિવેદનો આપી રહ્યા છે તેનાથી દૂર રહેવું અને કોઈ પણ પ્રમુખ મંત્રી કે કોઈપણ હોદ્દેદારે જિલ્લા પ્રમુખ મંત્રી ની મંજૂરી વગર કે તેમના ધ્યાને આયા વગર કોઈપણ નિવેદન કે લખાણ કે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ મૂકવું નહીં શાંતિપૂર્વક સંગઠનની કામગીરી ચાલુ રાખવી અને હાલ ગાંધીનગર જવાનો કે આંદોલન કરવાનું કોઈ પ્રોગ્રામ છે જ નહીં તેથી આવા આવા કોઈ નિવેદનો આવે તો તેનાથી દૂર રહેવું અને પ્રમુખ મંત્રીને જાણ પર લાવવું….. રતિભાઈ પટેલ મંત્રીશ્રી


ખેડૂતો પુછી રહ્યા છે સવાલ
પહેલાં સરકાર સાથે કિસાન સંઘનું સમાધાન થાય ,ત્યારે સરકારના મંત્રી અને સંગઠનોના મહામંત્રીની અધિકૃત સહી સાથે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવતું હતું.
અમરસિંહ ચૌધરીના સમયમાં થયેલ સમાધાન , કેશુભાઈના સમયમાં થયેલ સમાધાન અને ભાઈના સમયમાં હેડગેવાર ભવનમાં થયેલ સમાધાન વખતે આવું થયેલું. આ વખતે 21 પૈકી 12 મુદ્દાઓનું સમાધાન ખરેખર થયેલ હોય , તો સહીઓ સાથેનું સંયુક્ત નિવેદન કેમ બહાર પાડવામાં આવ્યું નથી ? કુલડીમાં ગોળ ભાગવાની વાત પણ ખોટી છે.હથેળીમાં ખણ કરીને ખુશ થવા જેવું થયેલ છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

praxpatel

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

praxpatel

અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે? શેલા-ઘુમા બાદ હવે ઝુંડાલમાં દેખાયાનો દાવો!

praxpatel