Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

અમદાવાદમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે 149મી ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળ્યા છે. લાખો ભક્તો “જય રણછોડ માખણચોર” ના નાદ સાથે દર્શન કરી રહ્યા છે.

મોસાળ સરસપુરમાં પરંપરાગત મામેરું ભરાયું

ભગવાન જગન્નાથની રથયાત્રા બપોરે મોસાળ સરસપુર ખાતે પહોંચી હતી. ત્યાં પરંપરા મુજબ ભગવાનનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરું કરવાનો લાભ સરસપુરના ઉદ્યોગપતિ તેજસ દવેના પરિવારને મળ્યો છે. ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે. જ્યારે સોના-ચાંદીના અલંકારો માણેકચોકમાં તૈયાર કરાયા છે. સરસપુરમાં હજારો ભક્તો માટે મહાપ્રસાદના જમણવારનું પણ આયોજન કરાયું હતું.

સરસપુરથી પ્રેમ દરવાજા તરફ પ્રસ્થાન

મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના રથ સરસપુરથી પ્રેમ દરવાજા તરફ રવાના થયા છે. આ વિદાય વેળાએ સરસપુરના ભક્તોની આંખો ભીની થઈ હતી. રથયાત્રા આગળ વધતા દરિયાપુર વિસ્તારમાં અમી છાંટણાં થયા છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા પોતાના નિયત સમય કરતાં અંદાજે દોઢ કલાક જેટલી મોડી ચાલી રહી છે.

રથયાત્રા 2026ની મુખ્ય વિશેષતાઓ

આ વર્ષની રથયાત્રામાં સુરક્ષા અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે:

  • વોઇસ AI સિસ્ટમ: ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મીઓના મેનેજમેન્ટ માટે ખાસ AI સિસ્ટમ બનાવી છે.

  • ડ્રોન અને GPS: રથયાત્રાના રૂટ પર 100 હાઈટેક ડ્રોન અને GPSથી લાઈવ મોનિટરિંગ થાય છે.

  • વેરિફિકેશન: રથ ખેંચતા ખલાસીઓ અને ટ્રક ડ્રાઈવરોનું એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરાયું છે.

  • મિસ્ટ વાન: ગરમીથી રાહત આપવા માટે AMC દ્વારા રૂટ પર મિસ્ટ વાન તહેનાત કરાઈ છે.

  • સ્વચ્છતા સંદેશ: AMC દ્વારા કચરાના નિકાલ માટે ખાસ જનજાગૃતિ મેસ્કોટ રાખવામાં આવ્યા છે.

યાત્રામાં 18 સુશોભિત ગજરાજ, 30 અખાડા અને 101 થીમ આધારિત ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન યુદ્ધનું સંકટ: PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે યોજી બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ મોડલ સાથે લડશે ભારત

praxpatel

‘તે વાત નથી કરતી, બેભાન છે’: લિવ-ઈનમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ખુલ્યું રહસ્ય

praxpatel

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિમાં 4 ગણો વધારો

praxpatel