ગુજરાત યુનિવર્સિટીની દલા તરવાડી જેવો નિયમ,, 22 અધિકારીઓ લઇ રહ્યા છે હજારો રુપિયાનો લાભ !
ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ વિદ્યાર્થિઓના હીતમાં થવાના બદલે દલા તરવાડી કહેવતની જેમ ચાલે છે, ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ખર્ચ થવાના બદલે કર્મચારીઓ અધિકારીઓ પોતાને લાભ થાય તે પ્રકારે લુંટ મચાવી રહ્યા હોય તેવી ચર્ચા છે, સુત્રોની વાત સાચી માનીએ તો ગુજરાત યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ પટાવાળાથી લઇને ઉચ્ચ અધિકારીઓ વધારાના ચાર્જના નામે માસિક ચાર હજારથી લઇને 69 હજાર સુધીનો વધારાના નાણા મેળવે છે, જેમાં 22 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે,આની રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસ થવી જોઇએ તેવી રાજ્ય સરકારમાં ફરિયાદ થઇ છે, કે આવા બેફામ લુંટ મચાવતા અધિકારીઓને વધારા ના અપાતા બંધ થવા જોઇએ ,, અને તેમને મળેલા પૈસા પરત લેવા જોઇએ,,

મહત્વની વાત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો નિરજા ગુપ્તા અને રજીસ્ટ્રાર પિયુષ પટેલની નૈતિક જવાબદારી છે કે વિદ્યાર્થિઓના ફીના નાણાનો દુરુપયોગ ન થવો જોઇએ,, કમ નસીબે જાણે અજાણે તેમની મહેરબાની થી સરકારી નાણાનો દુરુપયોગ થઇ રહ્યો છે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારના માનિતા ગણાતા અધિકારીઓ અને કર્મચારીઓને વધારાના ચાર્જના નામે પગાર ઉપરાંત રુપિયા ચુકવવામા આવી રહ્યા છે,ખરેખર તો જે ચાર્જ તેમને સોપવામા આવ્યો છે તે તેમના ફરજનો ભાગ જ હોય છે, છતાં તેઓ વધારાના કોના આશિર્વાદથી મેળવી રહ્યા છે, તેની તપાસ થાય તે જરુરી છે,
