સોમનાથ મંદીર પરીસરમાં કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી એ પત્રકાર પરિષદ યોજી. વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ દરમિયાન સમગ્ર કાયઁક્રમની રૂપરેખા આપી. 108 અશ્વો સાથે સોમનાથના ઇતીહાસમા સૌ પ્રથમ વખત શૌયઁયાત્રા નીકળશે. સોમનાથ સદભાવના મેદાન ખાતે 50,000 લોકો બેસી શકે તેવા વિશાળ ડોમની વ્યવસ્થાઓ ઉભી કરાઇ. 1000 જેટલા નામાંકિત કલાકારો પોતાની કલાનુ પ્રદશઁન કરશે. સોમનાથના ઇતીહાસમાં સૌ પ્રથમ વખત 3000 ડ્રોન શો કરાશે.
સોમનાથને શણગારી દેવામા આવ્યુ છે, વિવિધ પ્રકારના શણગાર સોમનાથની શોભા પણ વધારી રહ્યા છે, મહંમદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કરેલ તેના 1000 હજાર વર્ષ પૂર્ણ થયા છતા આપણુ સોમનાથ મંદીર આજેપણ અડીખમ ઉભુ છે. આ કોઇ સરકારનો ,કોઇ પાર્ટી નો કાયઁક્રમ નથી આ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતીને જાળવતો અવસર છે. તેમ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યુ,.સોમનાથ કોરીડોર બાબતે પણ મંત્રીએ કહ્યુ આ માત્ર મંદીરો નથી આ વિકાસની ગૌરવંગાથા છે જેથી સમગ્ર દેશમા ધાર્મિક જગ્યાઓ પર વિકાસ થયો છે.
