Gujarat Plus
Breaking News
ગુજરાત

બનાસકાંઠામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમા  ચિંતાનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠાના ડીસા માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની વેચાણ અર્થે આવેલી જણસીઓ પાલડી ગઈ છે, વેચાણ અર્થે આવેલી જણસીઓ પલડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બાજરી અને રાયડાના પાક વધારે નુકસાન થયું છે.બનાસકાંઠામાં આજે સવારે અચાનક વાતાવરણમા પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો,અને વેચાણ અર્થ આવેલી જણસીયો પલડી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અને સૂચના છતાં માર્કેટિંગયાર્ડની લાપરવાહી –
હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ ડીસા  માર્કેટિંગ યાર્ડમા વેપારીઓની લાપરવાહીના કારણે ખેડૂતો જણસીઓ પલડી ગઈ છે , અગાઉથિજ સૂચના હોવા છતાં વેપારીઓએ વેચાણ અર્થ આવેલ જણસીઓને શેડ નીચે ન રાખતા ગંભીર બેદરકારી સૂચવી છે,વેપારીઓની બેદરકારીના કારણે ખેડૂતોની જણસીઓ પલડી છે, અને આખરે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાક નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા –
આગાઉથિજ સૂચના હોવા છતાં ખેડૂતોના જણસીઓ વ્યવસ્થિત જગ્યાએ ન મૂકતાં જણસીઓ પલડી જતાં ખેડૂતો રોષે ભરાયા છે.  ખેડૂતોનું કહેવૂ છે, કે વેપારીઓ અને ડીસા માર્કેટિંગ યાર્ડની બેદરકારીના કારણે અમારી જણસીઓ પલડી ગઈ છે, એક બાજુ કમોસમી વરસાદ ને બીજી બાજુ માર્કેટિંગ યાર્ડની બેદરકારીએ ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે.

સંબંધિત પોસ્ટ્સ

દાંતાના આ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની કેમ આપી ચિમકી!

Maheriya Nirali

ગુજરાત નગરપાલિકા ચૂંટણી: ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લીન સ્વીપ, વિરમગામ અને ધોળકામાં પણ ભગવો લહેરાયો

praxpatel

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બુધવારે ગુજરાત પ્રવાસે

ANIL PATEL