Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચારરાજનીતિ

મોંઘવારી અને ગેસની અછત સામે મહિલા કોંગ્રેસ લાલઘૂમ: અમદાવાદમાં સ્મૃતિ ઈરાનીના જૂના વિરોધને યાદ કરી ભાજપ સરકાર પર પ્રહાર

અમદાવાદ: દેશમાં સતત વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરની અછતને લઈને રાજકારણ ગરમાયું છે. અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલબેન શાહ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

“સ્મૃતિ ઈરાની હવે ક્યાં છે?” – કોંગ્રેસનો સવાલ

અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલબેન શાહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “જ્યારે કોંગ્રેસના શાસનમાં ગેસના ભાવમાં સામાન્ય વધારો થતો, ત્યારે ભાજપના નેત્રી સ્મૃતિ ઈરાની માથે સિલિન્ડર લઈને રસ્તા પર ઉતરી આવતા હતા. આજે જ્યારે દેશ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે અને ગેસની આટલી અછત છે, ત્યારે તેઓ અને તેમના મહિલા મંત્રીઓ ક્યાં છે?”

  • માનવસર્જિત ઉર્જા સંકટ માટે સરકાર જવાબદાર

    કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ઉર્જા સંકટ કુદરતી નથી પણ ‘માનવસર્જિત’ છે. સરકારના આયોજનના અભાવે જનતાને કલાકો સુધી ગેસની લાઈનોમાં ઉભા રહેવા મજબૂર થવું પડ્યું છે.

    • આગોતરા આયોજનનો અભાવ: સરકાર ગેસનો પૂરતો જથ્થો સંગ્રહ કરવામાં નિષ્ફળ રહી છે.

    • કોમર્શિયલ સપ્લાય બંધ: હોટેલ, રેસ્ટોરન્ટ, વિદ્યાર્થીઓની મેસ અને સેવાકીય અન્નક્ષેત્રો ગેસના અભાવે બંધ થઈ રહ્યા છે.

      • ગૃહિણીઓની હાલત કફોડી: ઘર વપરાશના ગેસ માટે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા”

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, જેની સીધી અસર દેશના ગેસ પુરવઠા પર પડી રહી છે. આ તંગીની અસર માત્ર ઘરોમાં જ નહીં પરંતુ ઉદ્યોગો પર પણ પડી રહી છે, જેના કારણે બેરોજગારી અને આર્થિક સંકટ વધવાની ભીતિ છે.  જો ગેસના ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે અને પુરવઠો સામાન્ય નહીં કરાય, તો આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

પંચમહાલ: UCC બિલનો વિરોધ, શહેરામાં મુસ્લિમ સમાજે હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો આક્રોશ

praxpatel

સાવધાન! હિંમતનગરના રાયગઢમાં ઝડપાયું સફેદ પાવડરવાળું ‘ઝેર’ જેવું નકલી ઘી, 208 કિલો જથ્થો જપ્ત

praxpatel

મોરેમોરો કરીને હવે જેલના ડરથી દેવાયત ખાવડે કર્યો સમાધાન

ANIL PATEL