Gujarat Plus
Breaking News
gujaratplusworldતાજા સમાચાર

અમેરિકા, રશિયા કે ઈરાન? દુનિયાના કયા દેશો પાસે છે સૌથી મોટો ક્રૂડ ઓઇલનો ભંડાર?

દુનિયાની અર્થવ્યવસ્થામાં કાચા તેલની ખૂબ મોટી ભૂમિકા છે. જે દેશો પાસે કાચા તેલનો વિશાળ ભંડાર છે, તેની વૈશ્વિક રાજકારણ અને તાકાતમાં પણ અસર પડે છે. ત્યારે આવો જાણીએ કે કયા દેશ પાસે દુનિયામાં સૌથી મોટો તેલનો ભંડાર છે.

largest oil reserves in the world: દુનિયાની અર્થવ્યવસ્થામાં કાચા તેલની ખૂબ મોટી ભૂમિકા છે. જે દેશો પાસે કાચા તેલનો વિશાળ ભંડાર છે, તેની વૈશ્વિક રાજકારણ અને તાકાતમાં પણ અસર પડે છે. આજકાલ અમેરિકા અને રશિયા જેવા દેશો તેલને લઈને એકબીજા સાથે સંઘર્ષ કરતા રહે છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે ફરી એકવાર તેલને લઈને સંકટ ઊભું કર્યું છે. એવામાં આવો જાણીએ કે, આખરે દુનિયામાં કયા દેશ પાસે સૌથી વધુ તેલનો ભંડાર છે અને ટોપ 10 દેશમાં અમેરિકા, રશિયા અને ઈરાનમાંથી તેલ મામલે કોણ સૌથી આગળ છે.

વેનેઝુએલા – 303.22 બિલિયન બેરલ: દુનિયામાં સૌથી વધુ કાચું તેલ વેનેઝુએલા પાસે છે. દેશ લાંબા સમયથી રશિયાનો મિત્ર રહ્યો છે. રશિયાએ અહીં હથિયાર, રોકાણ અને રાજનૈતિક સમર્થન આપ્યું છે. હાલના વર્ષોમાં અમેરિકાએ અહીં સૈન્ય દબાણ વધાર્યું છે અને તેલ પર કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો છે.

સાઉદી અરબ – 267.2 બિલિયન બેરલકાચા તેલના ભંડાર મામલે બીજા નંબરે સાઉદી અરબનું નામ આવે છે. દેશ પરંપરાગત રીતે અમેરિકાનો સૌથી મજબૂત સહયોગી રહ્યો છે. સાઉદી તેલનો મોટો ભાગ અમેરિકા અને તેના સહયોગી દેશોને આપે છે.

ઈરાનલગભગ 157-158 બિલિયન બેરલ: તેલના ભંડારની વાત કરીએ તો ઈરાન ત્રીજા ક્રમ પર આવે છે. ઈરાનના રશિયા અને ચીન સાથે ખૂબ ગાઢ સંબંધ છે. અમેરિકા સાથે ઈરાનની દુશ્મનાવટ વર્ષો જૂની છે. તેલ મુદ્દે ઈરાન ઘણીવાર અમેરિકાના વિરોધમાં કડક વલણ અપનાવે છે.

કેનેડાલગભગ 170 બિલિયન બેરલ: કેનેડા ચોથા અથવા પાંચમા ક્રમે આવે છે. તે NATOનો સભ્ય છે અને અમેરિકા સાથે ખૂબ નજીકનો પડોશી છે. કેનેડા પોતાનું મોટાભાગનું તેલ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. તેની નીતિ સ્પષ્ટ રીતે અમેરિકાની તરફ છે.

ઈરાક – 145.02 બિલિયન બેરલ: તેલના ભંડારની વાત કરીએ તો ઈરાક પાંચમા અથવા છઠ્ઠા ક્રમ પર છે. 2003થી અહીં અમેરિકાનો પ્રભાવ ખૂબ મજબૂત રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ઈરાનની હાજરી પણ વધી છે.

યુનાઇટેડ અરબ અમીરાત (UAE) – 113 બિલિયન બેરલ: UAE અમેરિકાનો રણનીતિક પાર્ટનર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ચીન સાથે પણ ઊર્જા ક્ષેત્રે સહયોગ વધ્યો છે, પણ અમેરિકાની સાથે સંબંધો સૌથી મજબૂત છે.

કૂવૈતલગભગ 100 બિલિયન બેરલ: ખાડી યુદ્ધ પછીથી કૂવૈતની સુરક્ષા અને તેલ નીતિમાં અમેરિકાની મોટી ભૂમિકા રહી છે. તેની નીતિ સ્પષ્ટ રીતે અમેરિકાની તરફ છે.

રશિયા – 80 બિલિયન બેરલ: રશિયા પણ ટોપ 10માં આવે છે. દેશ તેલ અને ગેસને ઘણીવાર અમેરિકાના વિરોધમાં હથિયાર તરીકે ઉપયોગ કરે છે. રશિયાના પોતાના તેલના ભંડાર પણ મોટા છે અને તે વિશ્વના મોટા તેલ નિકાસકર્તા દેશોમાંથી એક છે.

અમેરિકાલગભગ 35-50 બિલિયન બેરલ: અમેરિકા પણ યાદીમાં છે. ટેક્સાસ, નોર્થ ડકોટા અને ન્યૂ મેક્સિકો જેવા રાજ્યોમાં મોટા પાયે તેલનું ઉત્પાદન થાય છે. આજે અમેરિકા દુનિયામાં સૌથી વધુ તેલ ઉત્પાદન કરનાર દેશ બની ગયો છે.

લિબિયા – 48.36 બિલિયન બેરલ: તેલના ભંડારની વાત કરીએ તો લિબિયા દસમા સ્થાન પર છે. ગૃહયુદ્ધના કારણે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે એક ભાગ રશિયાને સમર્થન આપે છે અને બીજો પશ્ચિમી દેશોને.

 

 

સંબંધિત પોસ્ટ્સ

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સના નિયમો બદલાશે: HRA થી લઈને ચિલ્ડ્રન એલાઉન્સ સુધીના 7 મોટા ફેરફારો

praxpatel

ODI World Cup 2027: જાણો ક્યારે અને ક્યાં રમાશે આગામી વનડે વિશ્વકપ

praxpatel

અર્શદીપ સિંહ રચશે ઈતિહાસ: પંજાબ કિંગ્સ માટે 100 વિકેટ લેનાર પ્રથમ બોલર બનવાની તક, માત્ર 3 ડગલાં દૂર

praxpatel