Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ: વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થતા વિશ્વના શક્તિશાળી નેતાઓએ આપી વધામણી

પીએમ મોદીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ: વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થતા વિશ્વના શક્તિશાળી નેતાઓએ આપી વધામણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 10 જૂનના રોજ તેમણે કેન્દ્ર સરકારના વડા તરીકે સતત 12 વર્ષ પૂરા કર્યા છે. આ ઐતિહાસિક અવસર પર દેશ અને દુનિયાભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓએ પીએમ મોદી માટે ખાસ અને પ્રભાવશાળી સંદેશા મોકલ્યા છે. ચાલો જાણીએ કયા વૈશ્વિક નેતાએ શું કહ્યું.

ભૂતાનના પીએમ શેરિંગ તોબગેનો ખાસ પત્ર

ભૂતાનના પીએમ શેરિંગ તોબગેએ પીએમ મોદીને બે પાનાનો ભાવુક પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર, મોટા ભાઈ અને માર્ગદર્શક ગણાવ્યા છે. તેમણે વર્ષ 2014ના શપથ ગ્રહણ સમારોહને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા ભૂતાનની હતી. આ બાબત બંને દેશો વચ્ચેના ખાસ સંબંધો દર્શાવે છે.

ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પાઠવ્યા અભિનંદન

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને સોશિયલ મીડિયા પર ખાસ શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા પીએમ બન્યા છે. તાજેતરમાં રોમમાં તેમની સાથે મુલાકાત થઈ હતી. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્ય માટે નવી તકો લાવશે.

‘પીએમ મોદી ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ છે’ – ઇથોપિયાના પીએમ

ઇથોપિયાના પીએમ અબી અહમદ અલીએ પીએમ મોદીને ‘મોટા ભાઈ’ કહીને સંબોધ્યા છે. તેમણે લખ્યું કે પીએમ મોદીના શાસનમાં લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભારતમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેઓ ગ્લોબલ સાઉથનો એક મજબૂત અને સતત અવાજ રહ્યા છે.

વિશ્વના અન્ય નેતાઓએ શું કહ્યું?

  • મંગોલિયાના રાષ્ટ્રપતિ: ઉખનાગીન ખુરેલસુખે જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના લોકોના અતૂટ વિશ્વાસનું પ્રમાણ છે.

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ: અનુરા કુમાર ડિસાનાયકેએ પીએમ મોદીને હાર્દિક અભિનંદન આપ્યા અને બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરી.

  • મલેશિયાના પીએમ: અનવર ઇબ્રાહિમે પીએમ મોદીના નેતૃત્વ અને લાંબા સમયની સમર્પિત જનસેવાની ખૂબ પ્રશંસા કરી છે.

  • નાઇજીરીયાના રાષ્ટ્રપતિ: બોલા અહમદ તિનુબુએ પીએમ મોદીને પોતાના અંગત મિત્ર અને વિશ્વસનીય સહયોગી ગણાવ્યા છે.

  • માલદીવના રાષ્ટ્રપતિ: ડૉ. મોહમ્મદ મુઇઝ્ઝુએ પીએમ મોદીને અભિનંદન આપતા પરસ્પર સમાનતા અને સન્માનના આધારે સહયોગ વધારવાની ઇચ્છા દર્શાવી છે.

  • કેન્યાના રાષ્ટ્રપતિ: વિલિયમ સામોઈ રુટોએ કહ્યું કે એક સામાન્ય શરૂઆતથી આ પદ સુધી પહોંચવું એ પીએમ મોદીના સમર્પણનું પ્રતીક છે.

  • સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ: લી જે-મ્યુંગે પીએમ મોદીના લાંબા કાર્યકાળને ભારતની પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલી પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાવ્યું છે.

<

 

સંબંધિત પોસ્ટ્સ

સાવધાન: હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ તમારા ઘરનું બજેટ બગાડશે, જાણો કઈ ચીજોના ભાવમાં આવશે તોતિંગ ઉછાળો

Maheriya Nirali

હૈદરાબાદના ખુલ્લા મેદાનમાં પ્રચંડ બ્લાસ્ટ: પળવારમાં યુવકના ચિથડા ઊડ્યા, એકનું મોત

praxpatel

Godhraમાં ચોરોનો આતંક: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની Mahindra Scorpio ઘરઆંગણેથી ચોરી

Maheriya Nirali