Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

જો રૂટ સાથે સાથી ખેલાડીએ જ કર્યો ખેલ! વનડેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન સાથે પહેલીવાર બન્યું આવું

જો રૂટ સાથે સાથી ખેલાડીએ જ કર્યો ખેલ! વનડેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન સાથે પહેલીવાર બન્યું આવું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે 4 વિકેટે જીત મેળવી છે. આ જીતમાં સ્ટાર બેટ્સમેન જો રૂટે શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, આ મેચમાં જો રૂટ પોતાના શતકથી માત્ર એક રન દૂર રહી ગયા હતા. તેઓ વનડે ક્રિકેટમાં 99 રન પર નોટઆઉટ રહેનારા ઇંગ્લેન્ડના પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

ટીમ ઇન્ડિયાની નબળી બેટિંગ

બીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ફ્લોપ રહી હતી. ટીમ ઇન્ડિયા 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 44 ઓવરમાં માત્ર 233 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે ઇનિંગના પહેલા જ બોલ પર બેન ડકેટને આઉટ કર્યો હતો. બીજા ઓપનર જેકબ બેથલ પણ 4 રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્ણાનો શિકાર બન્યા હતા. હેરી બ્રૂકે 16 અને સેમ કરને 26 રન બનાવ્યા હતા. પરંતુ ત્રીજા નંબરે આવેલા જો રૂટે એક છેડો સાચવી રાખ્યો હતો.

સદી ચૂક્યા જો રૂટ, સાથી ખેલાડીએ ફટકાર્યો ચોગ્ગો

જ્યારે 43 ઓવર પૂરી થઈ ત્યારે જો રૂટ 98 રન પર રમી રહ્યા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે 12 રનની જરૂર હતી. રૂટ પાસે સદી પૂરી કરવાનો પૂરો મોકો હતો. પરંતુ 45મી ઓવરના પહેલા જ બોલ પર સાથી ખેલાડી ગસ એટકિન્સને ચોગ્ગો ફટકારીને ઇંગ્લેન્ડને જીત અપાવી દીધી હતી. આ કારણે જો રૂટ 99 રન પર જ અણનમ રહી ગયા હતા.

ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ઘટના

વનડે ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન 99 રન પર નોટઆઉટ રહ્યો હોય તેવું પહેલીવાર બન્યું છે. દુનિયાભરના બેટ્સમેનોની વાત કરીએ તો, જો રૂટ 99 રન પર નોટઆઉટ રહેનારા 17મા બેટ્સમેન બન્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

બાબર આઝમે પોતાના જ પગ પર માર્યો કુહાળો, ‘ટુક-ટુક’ કરવાના ચક્કરમાં સસ્તામાં આઉટ

praxpatel

રાશિદ ખાનનો મોટો ખુલાસો: ભારત અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ઠુકરાવી, જાણો શા માટે લીધો આ નિર્ણય

praxpatel

KKR Qualification Scenario: કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર વાપસી, પણ પ્લેઓફ માટે કરવો પડશે આકરો સંઘર્ષ

praxpatel