Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટતાજા સમાચાર

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્ત અત્યારે એક ખાસ કારણોસર ચર્ચામાં છે. હાલમાં જ દુબઈમાં તેમની મુલાકાત એક પાકિસ્તાની ફેન સાથે થઈ હતી. આ પ્રશંસકે અભિનેતાને એટલી કિંમતી ભેટ આપી છે કે સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

કોણ છે આ પાકિસ્તાની ફેન?

સંજય દત્તને આ ખાસ ભેટ પાકિસ્તાનના જાણીતા ઈન્ફ્લુએન્સર કાશિફ ઝમીરે આપી છે. કાશિફ અને સંજય દત્તની મુલાકાત દુબઈમાં થઈ હતી. કાશિફે સંજય દત્તને માત્ર આઈફોન જ નહીં, પણ સોનાની જ્વેલરી અને એક એન્ટિક ઘડિયાળ પણ ભેટમાં આપી છે.

iPhone 17 ની ખાસિયત શું છે?

આ કોઈ સામાન્ય ફોન નથી. કાશિફે સંજય દત્તને સોનાની પરત ચઢાવેલો (Gold-plated) iPhone 17 ગિફ્ટ કર્યો છે. જોકે, તેની કિંમત કરતા પણ વધુ ચર્ચા તેના લુકની થઈ રહી છે:

  • ફોનની પાછળ સંજય દત્તના માતા-પિતા નરગિસ દત્ત અને સુનીલ દત્તની સુંદર તસવીર છે.

  • ફોન પર અંગ્રેજીમાં ‘Sanju Baba’ અને નીચે ‘Love’ લખેલું છે.

  • પોતાના માતા-પિતાની તસવીર જોઈને સંજય દત્ત પણ ભાવુક અને ખુશ દેખાતા હતા.

વર્કફ્રન્ટ: ‘ધુરંધર 2’ માં જોવા મળશે સંજુ બાબા

સંજય ટૂંક સમયમાં મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવિંજ) આગામી 19 માર્ચ ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સંજય દત્ત ફરી એકવાર એસપી અસલમ ચૌધરીના પાવરફુલ રોલમાં જોવા મળશે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

PSL છોડી પાકિસ્તાનીઓ ગૂગલ પર શોધી રહ્યા છે ‘IPL કેવી રીતે જોવી?’, સર્ચ ડેટામાં થયો મોટો ખુલાસો

praxpatel

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ, જાણો સાચી રીત

praxpatel

પશુપાલકો માટે ખુશખબર: સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો મોટો વધારો, જાણો હવે પ્રતિ કિલો ફેટનો શું ભાવ મળશે

praxpatel