Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીએ IPLમાં મચાવી ધમાલ: 15 વર્ષની ઉંમરે જીત્યા 5 મોટા એવોર્ડ, બનાવ્યો નવો ઈતિહાસ

વૈભવ સૂર્યવંશીએ IPLમાં મચાવી ધમાલ: 15 વર્ષની ઉંમરે જીત્યા 5 મોટા એવોર્ડ, બનાવ્યો નવો ઈતિહાસ

આઈપીએલ 2026 (IPL 2026) નો ખિતાબ ભલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ જીત્યો હોય. પરંતુ આ આખી સીઝન ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના નામે રહી છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસ રચી દીધો છે.

તેણે આ સીઝનમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) સહિત કુલ 5 મોટા એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. વૈભવે આ સીઝનની 16 ઇનિંગ્સમાં 237.30 ના અદ્ભુત સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧ સદી અને ૫ અર્ધસદી ફટકારી છે.

વૈભવ સૂર્યવંશીની કમાણી: કયા એવોર્ડ માટે કેટલા પૈસા મળ્યા?

વૈભવ સૂર્યવંશીએ એવોર્ડ્સની સાથે કરોડો ફેન્સના દિલ અને મોટી ઈનામી રકમ પણ જીતી છે. તેને મળેલા એવોર્ડ્સ અને કમાણીનું લિસ્ટ નીચે મુજબ છે:

  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP): 15 લાખ રૂપિયા

  • ઓરેન્જ કેપ (સૌથી વધુ રન): 10 લાખ રૂપિયા

  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: 10 લાખ રૂપિયા (સાથે ટાટા સિયેરા કાર)

  • સુપર સિક્સ ઓફ ધ સીઝન: 10 લાખ રૂપિયા

  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: 10 લાખ રૂપિયા

(નોંધ: સુપર સ્ટ્રાઈકર એવોર્ડમાં મળેલી ટાટા સિયેરા કારની કિંમત આશરે 11.49 લાખથી શરૂ થઈને 21.29 લાખ રૂપિયા સુધીની છે.)

આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં એવા રેકોર્ડ બનાવ્યા છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

  • ડબલ ધમાકો: આઈપીએલના ઈતિહાસમાં વૈભવ પહેલો એવો ખેલાડી બન્યો છે, જેણે એક જ સીઝનમાં MVP અને ઇમર્જિંગ પ્લેયર બંને એવોર્ડ જીત્યા હોય.

  • ક્રિસ ગેલની બરાબરી: વર્ષ 2011 માં ક્રિસ ગેલ પછી વૈભવ એવો પહેલો ખેલાડી છે, જે એક જ સીઝનમાં રન અને સ્ટ્રાઈક રેટ બંને ચાર્ટમાં ટોપ પર રહ્યો છે.

  • સૌથી વધુ સિક્સર: વૈભવે આ સીઝનમાં કુલ 72 સિક્સ ફટકારી છે. આ આઈપીએલની કોઈપણ એક સીઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સ છે.

  • ડેવિડ વોર્નરનો રેકોર્ડ તૂટ્યો: તે પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે અને તેણે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ઓછી બોલમાં ૧ હજાર રન પૂરા કરનાર ખેલાડી પણ બની ગયો છે.

દિગ્ગજ બોલરોને બરાબરનો ધોયો

જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડા જેવા દુનિયાના શ્રેષ્ઠ બોલરોએ વૈભવ સામે અલગ-અલગ પ્લાન બનાવ્યા હતા. પરંતુ આ ૧૫ વર્ષના બાળકે બધાનો ડટકો સામનો કર્યો. બુમરાહના પહેલા જ બોલ પર વૈભવે મારેલી સિક્સ આ સીઝનની સૌથી યાદગાર ક્ષણ બની ગઈ છે.

એવોર્ડ જીત્યા બાદ વૈભવે કહ્યું, “ખૂબ સારું લાગી રહ્યું છે, પણ અત્યારે ઇન્ટરવ્યુ આપતી વખતે થોડું પ્રેશર પણ છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે. હું આગામી સીઝનમાં પણ આવું જ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ. હું બસ મારા ગેમ પર ધ્યાન આપું છું. જો બોલ હિટ કરવા જેવો હોય તો હું પૂરી તાકાત લગાવી દઉં છું.”

< /p>

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ; બિહારમાં 8 ફ્લાઇટ રદ, બે જગ્યાએ વાહનો અથડાયા

Gujarat Plus

ઋષભ પંત પાસેથી છીનવાઈ શકે છે LSGની કેપ્ટનશીપ, ડાયરેક્ટર ટોમ મૂડીએ આપ્યા મોટા સંકેત

praxpatel

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત: હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન

praxpatel