Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત: હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત: હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન

આગામી મહિને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા ICC વૂમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમ ની જાહેરાત થઈ ગઈ છે. મુંબઈમાં મળેલી સિલેક્શન કમિટીની બેઠકમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરશે.

નવા ચહેરાને મળી તક ; ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમ માં સૌથી આશ્ચર્યજનક અને મહત્વનું નામ નંદની શર્માનું છે. ચંદીગઢની 24 વર્ષની આ ફાસ્ટ બોલરે WPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી 17 વિકેટ ઝડપી હતી. તેના ઉત્કૃષ્ટ ફોર્મને જોતા તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે.

 

ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ભારતને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમનું શેડ્યૂલ નીચે મુજબ છે:

  • 14 જૂન: ભારત વિ. પાકિસ્તાન (બર્મિંઘમ)

  • 17 જૂન: ભારત વિ. નેધરલેન્ડ (લીડ્સ)

  • 21 જૂન: ભારત વિ. સાઉથ આફ્રિકા (મેનચેસ્ટર)

  • 25 જૂન: ભારત વિ. બાંગ્લાદેશ (મેનચેસ્ટર)

  • 28 જૂન: ભારત વિ. ઓસ્ટ્રેલિયા (લંડન – લોર્ડ્સ)

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (કીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટીલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા અને રાધા યાદવ.

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ત્રણ T20 મેચની સિરીઝ અને લોર્ડ્સના મેદાન પર એક ઐતિહાસિક ટેસ્ટ મેચ પણ રમશે.

સંબંધિત પોસ્ટ્સ

ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી, IPL 2026 માં ખરાબ પ્રદર્શન બાદ મોટો નિર્ણય

praxpatel

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ સાથે આ શું થયું? બેટ્સમેનોની મહેનત પર બોલરોએ ફેરવ્યું પાણી

praxpatel

Ishan Kishan: ઈશાન કિશને ખોલી ટીમ ઈન્ડિયાની હારની પોલ, જણાવ્યું ક્યાં થઈ મોટી ભૂલ

praxpatel